નવી દિલ્હી: જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ જે રીતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 733 લોકોના કોરોનાથી મોત થયા છે. રિકવરી રેટ 98.20 ટકા છે. 


24 કલાકમાં 16 હજારથી વધુ કોરોના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 16,156 કેસ નોંધાયા છે. હાલ  દેશમાં 1,60,989 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 13,451 નવા કેસ નોંધાયા હતા. 24 કલાકમાં જો કે 17,095 દર્દીઓ રિકવર પણ થયા છે. કોરોનાથી એક દિવસમાં 733 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈ કાલના મોતનો આંકડો 585 હતો. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 456,386 થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube