નવી દિલ્હીઃ India Coronavirus Updates: કોરોના સંકટની બીજી લહેરનો કહેર યથાવત છે. છ દિવસ બાદ ફરી કોરોનાના કેસ 40 હજારને પાર કરી ગયા છે. ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 41,195 નવા કોરોના કેસ સામે આવ્યા અને 490 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા 5 ઓગસ્ટે 44,643 કોરોના કેસ સામે આવ્યા છે. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 39069 લોકો કોરોનાથી સાજા થયા છે એટલે કે કુલ એક્ટિવ કેસમાં 1636 કેસનો વધારો થયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી ત્રણ કરોડ 20 લાખ 77 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 29 હજાર 669 લોકોના મૃત્યુ થયા છે. સારી વાત છે કે અત્યાર સુધી 3 કરોડ 12 લાખ 60 હજાર લોકો સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 87 હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. 


ત્રીજી લહેરની શરૂઆત? બેંગલુરૂમાં પાંચ દિવસમાં 242 બાળકો કોરોના પોઝિટિવ  


અત્યાર સુધી 52 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 11 ઓગસ્ટ સુધી દેશભરમાં 52 કરોડ 36 લાખ 74 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 
તો બુધવારે 44.19 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર અત્યાર સુધી 48 કરોડ 32 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બુધવારે દેશમાં 15.11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.45 ટકા છે. એક્ટિવ કેસ 1.21 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં વિશ્વમાં ભારત હવે 10માં સ્થાને છે. કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં ભારત બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube