Big Breaking: 12 થી 14 વર્ષના બાળકોને આ તારીખથી આપવામાં આવશે કોરોના રસી
કોરોના વાયરસથી બાળકોને બચાવવા માટે રસીકરણ મામલે મોટા સમાચાર આવ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસથી બાળકોને બચાવવા માટે રસીકરણ મામલે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ 60 વર્ષથી ઉપરના તમામ લોકોને હવે બુસ્ટર ડોઝ મળી શકશે. અત્યાર સુધી ભારતમાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, અને 60+ કે જેમને કોઈ કોમોર્બિડિટી છે તેમને જ રસીનો બૂસ્ટર ડોઝ મળી રહ્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. તેમણે વધુમાં લખ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ 60થી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ લઈ શકશે. તેમણે બાળકો અને વડીલોને કોરોના રસી લગાવવાની અપીલ પણ કરી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube