નવી દિલ્હીઃ COVID-19 Vaccine: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ સ્પુતનિક લાઇટ વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલની બુધવારે ભારતમાં મંજૂરી આપી દીધી છે. રશિયામાં બનેલી સ્પુતનિક લાઇટ સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સિન છે. ડીસીજીઆઈ તરફથી આ મંજૂરી તેવા સમયે આપવામાં આવી છે જ્યારે આ પહેલા મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 વિરુદ્ધ સ્પુતનિક લાઇટમાં 78.6 થી 83.7 ટકા અસરકારકતા છે, જે ઘણા બે ડોઝવાળી વેક્સિનથી પણ વધુ છે. 


સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જુલાઈમાં સ્પુતનિકને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાનો ઇનકાર કરતા દેશમાં રશિયા વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાનું કહ્યું હતું. કમિટીએ તેના પર ધ્યાન આપ્યું કે સ્પુતનિક-વીમાં તે કમ્પોનેન્ટ છે, જે સ્પુતનિક લાઇટમાં ઉપયોગ કરવામાં આવ્યા છે અને ભારતીય વસ્તી પર સુરક્ષા અને અસરકારકતાના આંકડા ટ્રાયલ દરમિયાન સામે આવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube