કોવિશિલ્ડ અને કોવેક્સીનના બુસ્ટર ડોઝના ભાવમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે પ્રાઈઝ
Covishield And Covaccine Booster Dose: કોવિશિલ્ડ અને કોવેક્સીને તેમના બુસ્ટર ડોઝના ભાવ ઘટાડ્યા છે. કોવિશિલ્ડનો બુસ્ટર ડોઝનો ભાવ પહેલા 600 રૂપિયા ફિક્સ હતો. જ્યારે કોવેક્સીનના બુસ્ટર ડોઝનો ભાવ 1200 રૂપિયા નિર્ધારિત હતો. પરંતુ હવે તેમના ભાવમાં ફરેફરા થયો છે.
નવી દિલ્હી: રવિવારથી દેશની ખાનગી હોસ્પિટલમાં પુખ્ત વયના નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. તેનાથી એક દવિસ પહેલા કોવિશિલ્ડ અને કોવેક્સીને તેમના બુસ્ટર ડોઝના ભાવમાં અનપેક્ષિત ઘટાડો કર્યો છે.
શનિવારના કોવિશિલ્ડ અને કોવેક્સીને તેમના બુસ્ટર ડોઝના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. પહેલા જ્યાં કોવિશિલ્ડનો બુસ્ટર ડોઝ 600 રૂપિયા પ્રતિ શોટ ફિક્સ હતો, આજે તેનો બાવ 225 રૂપિયા કરવામાં આવ્યો છે, કોવેક્સીનના બુસ્ટર ડોઝના ભાવ પણ 225 રૂપિયા પ્રતિ શોટ કરવામાં આવ્યો છે. આ પહેલા કોવેક્સીનને પોતાના બુસ્ટર ડોઝની કિંમત 1200 રૂપિયા પ્રતિ શોટ નિર્ધારિત કરી હતી.
મુંબઇની ટીમ માટે ખતરો સાબિત થશે આ ખેલાડી! રોહિતની સેનાએ રહેવું પડશે સાવધાન
ઉલ્લેખનીય છે કે, પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે આજે 18-59 વય જૂથ માટે બુસ્ટર ડોઝ એટલે કે સાવચેતી ભર્યા ડોઝના સંબંધમાં રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ સ્વાસ્થ્ય સચિવો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સરકારે કહ્યું કે, ખાનગી રસીકરણ કેન્દ્ર રસીકરણ માટે સેવા ચાર્જ તરીકે વધુમાં વધુ 150 રૂપિયા ચાર્જ વસુલી શકે છે.
'ઓપરેશન ઓલ આઉટ'થી રોષે ભરાયા આતંકી, કરી શકે છે મોટો હુમલો
કેન્દ્ર સરકારે 10 એપ્રિલથી ખાનગી કેન્દ્રો પર 18 વર્ષથી ઉપરના ઉંમરના તમામ લોકોને કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. જેમને વેક્સીનનો બીજો ડોઝ લીધા પછી નવ મહિના પૂર્ણ થઈ ગયા હોય તેમને આ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. સરકારી સૂત્રોએ કહ્યું કે, ટુંક સમયમાં કોવિન વેબસાઈટ પર તેના માટે બુકિંગ સ્લોટ પણ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર કહ્યું- કોરોના સામે લડાઈ વધુ મજબૂત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube