કોવિશીલ્ડના બીજા ડોઝ માટે CoWIN પોર્ટલ પર થયો ફેરફાર, જાણો પહેલાથી અપોઇન્મેન્ટ લીધી તેનું શું થશે
13 મેએ કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે અંતર વધારીને સરકારે 12-16 સપ્તાહ કરી દીધું હતું. હવે તેને દર્શાવવા માટે કોવિન પોર્ટલ પર ફેરફાર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યુ કે, કોવિશીલ્ડ વેક્સિનના બીજા ડોઝ માટે પહેલાથી લીધેલો સમય (અપોઈન્ટમેન્ટ) યથાવત રહેશે અને તે કો-વિન પોર્ટલ પર રદ્દ થશે નહીં. મંત્રાલયે કહ્યું કે, કો-વિન પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, જેના પરિણામસ્વરૂપ પ્રથમ ડોઝ લીધા બાદ લાભાર્થી 84 દિવસથી ઓછા સમયગાળામાં ઓનલાઇન સમય પ્રાપ્ત કરી શકશે નહીં. કેન્દ્રએ 13 મેએ કોવિશીલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ લેવાના સમયમાં અંતર વધારીને 12-16 સપ્તાહ કરી દીધું હતું.
મંત્રાલયે કહ્યું- ભારત સરકારે આ ફેરફારના સંબંધમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માહિતી આપી દીધી છે. કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લેવા માટે 12-16 સપ્તાહના અંતરને દર્શાવવા માટે કોવિન પોર્ટસલમાં પણ જરૂરી ફેરફાર કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Covid vaccination: વેક્સિન લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા માત્ર 0.06 ટકાઃ રિસર્ચ
તેમણે કહ્યું- મીડિયામાં આવેલા કેટલાક રિપોટોમાં દાવો કરવામાં આવ્યો કે જે લાભાર્થીઓએ કોવિન પોર્ટલ પર બીજા ડોઝ માટે 84 દિવસથી ઓછા સમયમાં અપોઈન્મેન્ટ લીધી છે, તેને કોવિશીલ્ડના બીજા ડોઝ વગર રસીકરણ કેન્દ્રોથી પરત મોકલવામાં આવી રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- જે લાભાર્થી પહેલાથી બીજા ડોઝ માટે સમય લઈ ચુક્યા છે, તે કાયદેસર રહેશે અને કોવિન પર તેને રદ્દ કરવામાં આવશે નહીં. સાથે લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તે બીજા ડોઝ માટે પ્રથમ ડોઝ લીધાની તારીખથી 84 દિવસ બાદનો સમય પ્રાપ્ત કરે. ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં જે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube