ટેંસથી પાણીપુરી ઝાપટે છે આ ગાય અને વાછરડું, વીડિયો જોઇ રોકી શકશો નહી હાસ્ય!
Social Media: તમે ઘણા વિચિત્ર વીડિયોઝ જોયા હશે પરંતુ આ વીડિયો જરા હટકે છે. આ વીડિયોને જોઇને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહી થાય. કહેવામાં આવી રહ્યું છે કે આ ફૂટેજ ઉત્તર પ્રદેશના લખનઉ (Uttar Pradesh) નો છે.
Social Media: તમે ઘણા વિચિત્ર વીડિયોઝ જોયા હશે પરંતુ આ વીડિયો જરા હટકે છે. આ વીડિયોને જોઇને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહી થાય. કહેવામાં આવી રહ્યું છે કે આ ફૂટેજ ઉત્તર પ્રદેશના લખનઉ (Uttar Pradesh) નો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ગાય અને વાછરડાંની ખૂબ પ્રશંસા કરી અને તેમને ક્યૂટ (Cute) પણ કહ્યા.
ચટાકડી મા અને પુત્રી
આ વીડિયોમાં તમે એક પાણીપુરીની લારી જોઇ શકો છો. તમે પણ પાણી પુરી (Pani Puri) શોખીન હશે પરંતુ વિશ્વાસ કરો કે આ માતા અને પુત્રી ચટાકડા છે. ગાય અને વાછરડું બંને પાણીપુરી ખવડાવનાર વ્યક્તિ આગળ ઉભા થઇ જાય છે. પહેલાં તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો (Viral Video) ને જરૂર જુઓ..
મજાથી ખાધી પાણીપુરી
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કેવી રીતે વ્યક્તિ માતા અને પુત્રીને વારંવારથી પાણીપુરી ખવડાવી રહ્યા છે. જોતાં એવું લાગી રહ્યું છે કે બંને ખૂબ ટેસ્ટથી પાણીપુરી ખાઇ રહ્યા છે. આ વીડિયોને જોઇને લોકો પોતાને પ્રતિક્રિયા (Reactions) આપતાં રોકી રહ્યા નથી. આ સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે માતા-પુત્રી સાથે હોય અને પાણીપુરીની દુકાન હોય. પછી શું કહેવું.
વીડિયોએ કર્યું મનોરંજન
આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સને ખૂબ એન્ટરટેન કર્યું છે. ફક્ત 40 સેકન્ડના વીડિયોને અત્યાર સુધી લાખો વાર જોવામાં આવ્યો છે. એટલું જ નહી હજારો લોકો (Social Media Users) એ વીડિયોને લાઇક અને રીટ્વીટ પણ કર્યા છે. કમેન્ટ સેક્શનમાં પણ લોકો મસ્તી-મજાક કરતા જોવા મળ્યા.