Cowin Data Leak: CoWIN જન્મ તારીખ, એડ્રેસ એકત્ર કરતું નથી, આધાર-પાન જેવો ડેટા લીક થવા પર સરકારી સૂત્રનો દાવો
વિપક્ષી નેતાઓએ કોવિન પોર્ટલ પર મોટા ગોપનીયતા ભંગનો દાવો કર્યા બાદ આ સ્પષ્ટતા આવી છે, જેમાં રસીકરણ કરાયેલા લોકોની વ્યક્તિગત વિગતો, જેમાં તેમના મોબાઇલ નંબર, આધાર નંબર, પાસપોર્ટ નંબર, મતદાર આઈડી કાર્ડ અને પરિવારના સભ્યોની વિગતોનો સમાવેશ થાય છે, લીક કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ સરકારી સૂત્રોએ સોમવારે કહ્યું કે કોવિડ-19 રસીકરણ રજીસ્ટ્રેશન પોર્ટલ કોવિન કોઈ વ્યક્તિની વ્યક્તિગત વિગત એકત્ર કરત્ર કરતું નથી, જેમાં જન્મ તારિખ અને સરનામું સામેલ છે. આ સ્પષ્ટીકરણ ત્યારે સામે આવ્યું જ્યારે વિપક્ષી નેતાઓએ કોવિન પોર્ટલ પર એક મુખ્ય ગોપનીયતા ઉલ્લંઘનનો દાવો કર્યો, જેમાં રસીકરણ માટે લોકોની વ્યક્તિગત વિગત, તેના મોબાઈલ નંબર, આધાર નંબર, પાસપોર્ટ નંબર, ચૂંટણી કાર્ડ અને પરિવારના સભ્યોનો ડેટા લીક થઈ ગયો.
તેમણે કહ્યું કે પોર્ટલ માત્ર તે તારીખને એકત્ર કરે છે, જે વ્યક્તિને એક ડોઝ કે બે ડોઝ અને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હોય. સરકારી સૂત્રએ કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કથિત કોવિન ડેટા લીક પર એક વિસ્તૃત રિપોર્ટ પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે માહિતીની હજુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ નિવૃત્ત કોચનું શું થાય છે? જાણો એવી ટ્રેન વિશે જેના કોચમાં ન તો બારી છે અને ન તો ગેટ
વિપક્ષી નેતાઓએ શું આરોપ લગાવ્યા?
એક વિસ્તૃત ટ્વિટર થ્રેડમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાકેત ગોખલેએ વિપક્ષી નેતાઓના કેટલાક હાઈ-પ્રોફાઈલ નામોનો ઉલ્લેખ કર્યો, જેમાં રાજ્યસભા સાંસદ અને ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સામેલ હતા. આ સાથે તેમણે દાવો કર્યો કે તેના ડેટા હવે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. ગોખલેએ કેટલાક પત્રકારોનું નામ લીધુ અને કહ્યું કે, તેની અંગત જાણકારીઓ ઓનલાઇન ઉપલબ્ધ છે. ગોખલેએ કેટલાક પત્રકારોનું નામ લીધુ અને કહ્યું કે, તેની ખાનગી જાણકારીઓ પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. કેન્દ્રીય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ અને તેમના પત્ની રિતુ ખનડૂરી જે ઉત્તરાખાંડના કોટદ્વારથી ધારાસભ્ય છે, તે પણ આ ડેટા લીકનો શિકાર થયા છે. કેન્દ્ર સરકાર તરફથી આ મામલાની તપાસની વાત કહેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube