વરિષ્ઠ વામ નેતા અને CPI ના પૂર્વ સાંસદ ગુરૂદાસ દાસગુપ્તાનું નિધન
પશ્વિમ બંગાળના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (સીપીઆઇ) નેતા ગુરૂદાસ દાસગુપ્તાનું બુધવારે કલકત્તામાં નિધન થઇ ગયું છે, તે 83 વર્ષના હતા, ખૂબ લાંબા સમયથી તે હાર્ટ તથા કિડની સંબંધિત બિમારીથી પિડાતા હતા. ગુરૂદાસ દાસગુપ્તાનો જન્મ 3 નવેમ્બર 1936ના રોજ બંગાળ બરિસલ (આજે બાંગ્લાદેશ)માં થયો હતો.
કલકત્તા: પશ્વિમ બંગાળના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (સીપીઆઇ) નેતા ગુરૂદાસ દાસગુપ્તાનું બુધવારે કલકત્તામાં નિધન થઇ ગયું છે, તે 83 વર્ષના હતા, ખૂબ લાંબા સમયથી તે હાર્ટ તથા કિડની સંબંધિત બિમારીથી પિડાતા હતા. ગુરૂદાસ દાસગુપ્તાનો જન્મ 3 નવેમ્બર 1936ના રોજ બંગાળ બરિસલ (આજે બાંગ્લાદેશ)માં થયો હતો. દાસગુપ્તાએ પોતાનું શિક્ષણ કલકત્તા યૂનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું અને તે સીપીઆઇમાંથી ત્રણવાર રાજ્યસભા સાંસદ રહ્યા હતા. ગુરૂદાસ દાસગુપ્તા વર્ષ 1985થી 2000 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. વર્ષ 2004માં પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. 2004 લોકસભાની ચૂંટણીમાં દાસગુપ્તા પશ્વિમ બંગાળની પંસકુરા લોકસભા સીટ પરથી ચૂંટણી જીતીને સદનમાં પહોંચ્યા હતા.