રાહુલને અમુલ બેબી કહ્યા, તે આજે સાબિત થઇ ગયું :CPM નેતા અચ્યુતાનંદ
રાહુલ ગાંધીને અમુલ બેબી કહી ચુકેલા વરિષ્ઠ માર્કસવાદી નેતા અચ્યુતાનંદે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ બાળકો જેવું વર્તન કરી રહ્યા છે અને તેઓ સ્થિતીને પહોંચી નથી શકતા
નવી દિલ્હી : કોંગ્રેસે જ્યારથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને કેરળના વાયનાડ સીટથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે, ત્યાથી ભાજપની સાથે સાથે વામદળ પણ તેમના પર હુમલાખોર વલણ અપનાવી રહ્યા છે. કેરળમાં સત્તાધારી સીપીએમનાં અખબાર દેશાભિમાનીમાં રાહુલ ગાંધીને પપ્પું કહેવાનાં કારણે વિવાદ પેદા થઇ ચુક્યો છે. કોંગ્રેસનાં પતન માટે પપ્પુએ જોર લગાવ્યું. શીર્ષકથી અખબારમાં સંપાદકીય લખવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશના અમેઠીમાં પરાજયનાં ડરથી વાયનાડથી ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
#IndiaKaDNA: શાહે કહ્યું જ્યારે પણ હુમલો થશે ગોળીનો જવાબ ગોળાથી અપાશે
ચૂંટણીના માત્ર થોડા જ દિવસો પહેલા આ સંપાદકીયનાં કારણે વિવાદ પેદા થઇ ગયો છે. જો કે સીપીએમએ આ મુદ્દાને સંભાળતા કહ્યું કે, અસાવધાનીના કારણે આ ભુલ થઇ છે. રાજ્યના નાણામંત્રી થોમસ ઇસાકે કહ્યું કે, આ સીપીએમની પદ્ધતી નથી અને આ મુદ્દે ભુલી ગયા છે. રાહુલ ગાંધીને અમુલ બેબી કહી ચુકેલા વરિષ્ઠ માર્ક્સવાદી નેતા વી.એસ અચ્યુતાનંદે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ બાળકો જેવું વર્તન કરી રહ્યા છે અને તેઓ પરિસ્થિતીને પહોંચી વળે તેમ નથી. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે તો શું બદલી જશે ? વામદળને રાહુલ અને ભાજપ સાથે લડવું પડશે.
તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં આગળ કહ્યું કે, આજે કોંગ્રેસની શું સ્થિતી છે, તેમનો તર્ક છે કે ભાજપ સાથે તેમનો મુખ્ય યુદ્ધ છે, પરંતુ તે ખોટીસાબિત થઇ ચુકી છે. આ જ કારણ હતું કે રાહુલ ગાંધીને મે અમુલ બેબી કહ્યા હતા, જે આજે પણ પ્રાસંગિક છે. અખબારના સ્થાનીક સંપાદક પી.એમ મનોજ તિવારીએ સ્વીકાર કર્યો કે સંદર્ભ ખોટો હતો અને અસાવધાનીના કારણે ભુલ થઇ, તેના પર ધ્યાન આપવામાં આવવું જોઇએ. તેમણે કહ્યું કે, કોઇ રાજનેતા પ્રત્યે ખોટી વાત કહેવું અમારી રાજનીતિ નથી અને આ સંદર્ભ ખોટો હતો. અમે આગળ તેને ઠીક કરી રહ્યા છીએ.