અમદાવાદ :જ્યોતિષ શાસ્ત્રમાં એવા પ્લાન્ટ વિશે જણાવાયું છે, જેને વાસ્તુની દ્રષ્ટિથી બહુ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ પ્લાન્ટ તમારું નસીબ ચમકાવે છે. આવા પ્લાન્ટ ઘરમાં લગાવવાથી ઘરમાં બરકત અને શુભતા આવે છે. જો તમે આર્થિક તંગીમાં પીડાઈ રહ્યા છો તો જલ્દી ઘરમાં આ પ્લાન્ટ લઈ આવો. આ પ્લાન્ટને જેડ ટ્રી પણ કહેવામાં આવે છે. તે બહુ જ નાનકડો હોય છે, જેથી ઘરમાં જગ્યા પણ રોકતો નથી. તેના પાંદડા અત્યંત નાના, ગોળ અને ફેલાવદાર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષાચાર્યનું કહેવું છે કે, ક્રાસુલાનો છોડ આર્થિક પ્રગતિ માટે બહુ જ સારો માનવામાં આવે છે. જો ક્રાસુલાનો પ્લાન્ટ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિ તથા પરિવાર તેજીથી પ્રગતિ કરે છે. તે રૂપિયાને ચુંબકની જેમ તમારી પાસે ખેંચીને લાવે છે. આ કારણે મની પ્લાન્ટ, ગુડલક પ્લાન્ટ અને મોહિની પ્લાન્ટ જેવા નામથી તે ઓળખાય છે. 


આ પણ વાંચો : National Games 2022: ગુજરાતને મળ્યો પહેલો ગોલ્ડ, ટેબલ ટેનિસના પ્લેયર્સે ખાતુ ખોલાવ્ય


ઘરમાં કઈ દિશામાં રાખશો
આ પ્લાન્ટને ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો તેને ભેટ તરીકે પણ આપી રહ્યાં છે. જો તમે પણ આ પ્લાન્ટને ઘરમાં લાવવા માંગો છો તો તેને રાખવાની યોગ્ય દિશા પણ જાણી લેવી પડશે. વર્કપ્લેસ પર રાખવાથી તે સકારાત્મક માહોલ પેદા કરે છે. જેથી તમે સારી રીતે અને પોઝિટિવ એનર્જિથી કામ કરી શકશો. આ ઉપરાંત તે તમારા ગ્રોથના રસ્તા પણ ખોલી દેશે. જો તમે બિઝનેસ કરો છો તો તે તમારા વ્યવસાને તેજીથી વધારી દેશે, જેનાથી ઘરમાં રૂપિયા આવવાની શરૂઆત થાય છે. 


કામના સ્થળે શુભ ગણાય છે
તમે ઈચ્છો તો આ પ્લાન્ટને નોકરી કે બિઝનેસના સ્થળે રાખી શકો છો. કાર્યસ્થળ પર તેને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવુ શુભ ગણાય છે. વર્કપ્લેસ પર તેને રાખવાથી સકારાત્મક એનર્જિ મળે છે. નોકરીમાં તમે સારુ પદ મેળવવા માંગતા હોવ તો તેને તમારી પાસે રાખો. 


આ પણ વાંચો : વડોદરાના ગરબાની રાહ જોવાય છે, આકાશી દ્રશ્યોમાં સામે આવી મેદાનની તૈયારીઓની એક ઝલક


સારસંભાળની જરૂર પડે
આ પ્લાન્ટની ખાસિયત એ છે કે, તેને બહુ સારસંભાળ રાખવાની જરૂર પડતી નથી. તેને રોજ પાણી આપવાની પણ જરૂર પડતી નથી. જો તમે 2-3 દિવસ બાદ પણ પાણી આપો તો પણ તે સૂકાતુ નથી. આ ઉપરાંત તેને યોગ્ય રીતે સારસંભાળ રાખવામા આવે તો તે ઘરની અંદર સારી રીતે ઉગે છે. તે તમારા ઘરની જગ્યા વધુ રોકતુ નથી. તેને નાનકડા ટેબલ પર પણ મૂકી શકશો.