ક્રેડાઇની મોટી જાહેરાત: આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને આપશે ઘર
ભારતના રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન (ક્રેડાઇ) દ્વારા શ્રદ્ધાંજલિ આપતા દરેક પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને એક ઘર આપવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીના આતંકવાદી હુમલામાં સીઆરપીએફ 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો આ સાથે શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રતિ તેમની સહાનુભૂતિ તેમજ ભારતીય એકજૂટતા સામે આવી રહી છે. ત્યારે ભારતના રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન (ક્રેડાઇ) દ્વારા શ્રદ્ધાંજલિ આપતા દરેક પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને એક ઘર આપવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં વાચો: પુલવામા અન્કાઉન્ટર: જૈશ કમાન્ડર અબ્દુલ સહિતના આતંકીઓ ઠાર, સેનાએ બિલ્ડિંગમાં કર્યો બ્લાસ્ટ
જમ્મૂ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહાદત પર ક્રેડાઇના 12,500 સભ્યોએ આ વીર જવાનોના શોક ડૂબેલા પરિવારો માટે પ્રાર્થના કરતા કહ્યું કે, ઇશ્વર તેમને આ ક્રૂર અને આઘાત જનક સમયને સામે લડવાની શક્તિ આપે. આ સાથે ક્રેડાઇના ચેરમેન જેક્ષય શાહે શ્રદ્ધાંજલિ આપતા અને એક વિનમ્ર પ્રયાસમાં દરેક વિર જવાનના પરિવારને એક ઘર તેમના નગર અથવા રાજ્યમાં જલ્દી ઉપલબ્ધ કરવાવાનો નિર્ણય લીધો છે.
ક્રેડાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જવાનોના પરિવારજનોને તેમના રાજ્યમાં 2 બીએચકેનું ઘર આપવામાં આવશે. આ દુખદ ઘટનામાં અમે શહીદોના પરિવારની સાથે છીએ.