Crime News: યુવતીને એકલી જોઈને યુવકે તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. પરંતુ હિંમતવાન યુવતીએ પોતાના બચાવમાં યુવકના હોઠને તેના દાંતથી કાપી લીધો અને પછી આરોપીનો સામનો કર્યો છે. યુવતીએ બુમાબુમ કરતાં અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવકને યુવતીની ઈજ્જત પર હાથ નાખવો ભારે પડી ગયો છે. યુવતીએ તેના પર બળાત્કારનો પ્રયાસ કરનાર વ્યક્તિનો હોઠ કાપી નાખ્યો હતો. હાલ પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. જિલ્લાના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અઝોન્ટાના જંગલમાં શનિવારે બપોરે એક છોકરી ખેતરમાં કામ કરી રહી હતી. તેણીને એકલી જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા યુવકે અશ્લીલ હરકતો શરૂ કરી દીધી હતી. યુવકે બળજબરીથી યુવતીને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો, જેના પર બહાદુર યુવતીએ હિંમત બતાવતા યુવકના એક હોઠને તેના દાંતથી કાપી નાખ્યો અને આરોપીનો સામનો કર્યો.


ભાજપ સરકારે અદાણી ગ્રુપને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, કરોડોનું ટેન્ડર રદ કર્યું


ઓ બાપ રે! 1200 કરોડમાં 23 ફ્લેટ વેચાયા, દેશનો સૌથી મોટો સોદો આ શહેરમાં થયો


માતૃભૂમિનું ઋણ ચૂકવવાની સોનેરી તક...10મું પાસ હશે તો પણ મળશે 63,200 રૂપિયા પગાર


હોઠ કપાઈ જવાથી યુવક લોહીલુહાણ થઈ ગયો અને પીડાથી બૂમો પાડવા લાગ્યો. બીજી તરફ યુવતીએ પણ ચીસો પાડતા આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા. લોકોએ આરોપી યુવકને પકડીને પોલીસને જાણ કરી હતી. જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. તેના હોઠનો ટુકડો પણ ત્યાં જ પડ્યો હતો. 


પોલીસે તેને એક પેકેટમાં સીલ કરીને આરોપીને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ મોહિત સૈની તરીકે થઈ છે. યુવક થાણા ઈંચોલીના લવાડ વિસ્તારનો રહેવાસી છે. પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 


આ સમયે દૌરાલા પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય શર્માનું કહેવું છે કે, યુવતી તેના ખેતરમાં કામ કરતી હતી. એક નિર્જન જગ્યા હતી. યુવક પગપાળા જતો હતો અને તેણે જઈને યુવતી સાથે અશ્લીલ હરકતો શરૂ કરી હતી. યુવકે યુવતીને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. બદલામાં, છોકરીએ તેના હોઠ તેના દાંતથી કાપી નાખ્યા. જેમાં પીડિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે અને યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવકની સારવાર ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube