UP Crime News : ઉત્તર પ્રદેશના Bandaમાં ઘટેલી આ  ઘટનાની વિગતો એવી છે કે, જમાઈએ સાસુની ચામાં દવા ભેળવી અને તેઓ બેહોશ થઈ જતાં તેમની સાથે બળાત્કાર ગુજાર્યો. આ પછી કેટલાક અશ્લીલ ફોટોગ્રાફ્સ લીધા હતા. આ ફોટા બતાવીને તેણે ફરીથી સંબંધ બાંધવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ સાસુએ તેમ કરવાની ના પાડી દીધી. જેના કારણે જમાઈએ વાંધાજનક ફોટોગ્રાફ વાયરલ કરી દેતાં સાસુ પોલીસ સ્ટેશન પહોંચી હતી પરંતુ સાસુની ફરિયાદ પર પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે પીડિતાએ કોર્ટનો આશરો લીધો હતો, કોર્ટના આદેશ પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મામલો કાલિંજર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામનો છે. જિલ્લાના કાલિંજર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં રહેતી એક મહિલાના જણાવ્યા અનુસાર, એક વર્ષ પહેલા સંબંધમાં પૈલાની પોલીસ સ્ટેશન હેઠળના બડા ગામમાં રહેતો અનિલ તેમના ઘરે આવ્યો હતો. શિષ્ટાચારના નાતે જમાઈ ઘરે આવતાં મેં ચા બનાવી હતી.જે સમયે જમાઈએ કહ્યું કે પહેલા મારે પાણી પીવું પડશે. હું પાણી લેવા માટે રસોડામાં ગઈ હતી..


આ પણ વાંચો:
કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો
આ રાશિના જાતકો આગામી 1 મહિના સુધી રાત-દિવસ કમાશે પૈસા, 'સૂરજ'ની જેમ ચમકી જશે કિસ્મત!
યુપી, બિહાર,રાજસ્થાન અને દિલ્હી સહિત આ રાજ્યોમાં સરકારી નોકરીની શાનદાર તક


દરમિયાન તેમણે મારી ચામાં કોઈ નશો ભેળવી દીધો. ચા પીતાં જ હું બેહોશ થઈ ગયો. એ સમયે મારા જમાઈએ મારી પર બળાત્કાર કર્યો હતો. સામાજિક માન-સન્માનને ધ્યાનમાં રાખીને, દીકરીનો સુખી સંસાર ડૂબી જાય એના ડરથી મેં ક્યાંય ફરિયાદ કરી નથી.


થોડા દિવસો પછી જમાઈ ફરી ઘરે આવ્યો અને બળાત્કાર વખતે લીધેલા કેટલાક વાંધાજનક ફોટા બતાવીને મને ફરીથી સંબંધ બાંધવા દબાણ કર્યું, પરંતુ મેં તેમ કરવાની ના પાડી અને કેસ કરવાની પણ ચેતવણી આપી. પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી. તેના દ્વારા લેવાયેલા વાંધાજનક ફોટોગ્રાફ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા.


પીડિતાએ જણાવ્યું કે હું આ મામલાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઑફિસમાં ગઈ હતો, પરંતુ મને કોઈ ન્યાય ન મળતાં આખરે મેં કોર્ટનું શરણ લીધું. કોર્ટના આદેશ પર કાલિંજર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.


આ અંગે કાલિંજર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ હેમરાજ સરોજનું કહેવું છે કે મામલો જૂનો છે પરંતુ કોર્ટના આદેશ પર કેસ નોંધ્યા બાદ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ દોષિત સામે કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:
CBI Director: કોંગ્રેસના નેતાએ મોદી સરકારની કરી હોત ફજેતી, CJI ચંદ્રચુડે બચાવી લાજ
Recruitment 2023: અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી
Business Idea: આ બિઝનેસથી કમાઓ 4 ગણો નફો, ગામ અને શહેરમાં બમ્પર ડિમાન્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube