દેશમાં મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેર કયું? NCRB ના આંકડાએ ચોંકાવ્યા
એનસીઆરબીએ વાર્ષિક ક્રાઇમ રિપોર્ટના આંકડા જાહેર કર્યાં છે. સૌથી વધુ ગુનાનો દર દેશની રાજધાની દિલ્હીમાં છે. ભારતમાં 2022માં મહિલાઓ વિરુદ્ધ ક્રાઇમની 4.45 લાખ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પહેલા 2021માં 4,28,278 જ્યારે 2020માં 3,71,503 FIR દાખલ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ભારતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના વર્ષ 2022માં આશરે સાડા ચાર લાખ કેસ દાખલ થયા છે. એનસીઆરબીના લેટેસ્ટ આંકડા પ્રમાણે 2022માં મહિલાઓ વિરુદ્ધ ગુનાના કુલ 4,45,256 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા 2021માં 4,28,278 જ્યારે 2020માં 3,71,503 FIR નોંધાઈ હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરનાર રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) ના આંકડા અનુસાર 2022માં મહિલાઓ વિરુદ્ધ ક્રાઇના સિલસિલામાં દર કલાકે લગભગ 51 રિપોર્ટ દાખલ થયા છે. આંકડા અનુસાર પ્રતિ એક લાખની વસ્તીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓનો દર 66.4 ટકા રહી જ્યારે આવા મામલામાં આરોપ પત્ર દાખલ કરવાનો દર 75.8 રહ્યો.
દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ ક્રાઇમના મામલા
એનસીઆરબીએ કહ્યું કે ભારતીય દંડ સહિતા હેઠળ મહિલાઓ વિરુદ્ધ મોટા ભાગના કેસ (31.4 ટકા) પતિ કે તેના પરિવારજનો દ્વારા ક્રૂરતા કરવાના હતા, ત્યારબાદ મહિલાઓના અપહરણ (19.2 ટકા), શીલ ભંગ કરવાના ઈરાદાથી મહિલાઓ પર હુમલો (18.7 ટકા) અને બળાત્કાર (7.1 ટકા) મામલા રહ્યાં. વર્ષ 2022માં મહિલાઓ વિરુદ્ધ ગુનાના મામલાનો સૌથી વધુ દર 144.4 દિલ્હીમાં દાખલ થયા, જે રાષ્ટ્રીય એવરેજ દર 66.4 ટકાથી વધુ છે. આ વર્ષે દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓના 14247 કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ આવો વરસાદ 80 વર્ષમાં નથી થયો, મગરો નીકળ્યા રસ્તા પર; આ રાજ્યમાં જોવા મળી તબાહી
સૌથી વધુ FIR ક્યાં નોંધવામાં આવી હતી?
સત્તાવાર ડેટા દર્શાવે છે કે દિલ્હીમાં આવા કેસોની સંખ્યા 2021માં 14,277 અને 2020માં 10,093 હતી. ડેટા જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં 2022માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સૌથી વધુ 65,743 એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ મહારાષ્ટ્ર (45,331), રાજસ્થાન (45,058), પશ્ચિમ બંગાળ (34,738) અને મધ્યપ્રદેશ (32,765) ક્રમે છે. NCRB મુજબ, ગયા વર્ષે દેશમાં નોંધાયેલા તમામ કેસોમાંથી 2,23,635 (50 ટકા) આ પાંચ રાજ્યોમાં નોંધાયા હતા.
ઉત્તર પ્રદેશમાં અપરાધના આંકડા
ઉત્તર પ્રદેશમાં 2021 અને 2020માં અનુક્રમે 56,083 અને 49,385 મહિલાઓ વિરુદ્ધ અપરાધના ગુના નોંધાયા હતા. આ પછી રાજસ્થાન (40,738 અને 34,535), મહારાષ્ટ્ર (39,526 અને 31,954), પશ્ચિમ બંગાળ (35,884 અને 36,439) અને મધ્યપ્રદેશ (30,673 અને 25,640)નો નંબર આવે છે. કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુનાનો દર રાષ્ટ્રીય સરેરાશ 66.4 કરતાં વધુ નોંધાયો છે. દિલ્હી 144.4ના દર સાથે આ યાદીમાં ટોચ પર છે. તે પછી હરિયાણા (118.7), તેલંગાણા (117), રાજસ્થાન (115.1), ઓડિશા (103), આંધ્ર પ્રદેશ (96.2), આંદામાન અને નિકોબાર ટાપુઓ (93.7), કેરળ (82), આસામ (81) મધ્યપ્રદેશ (78.8) , ઉત્તરાખંડ (77), મહારાષ્ટ્ર (75.1), પશ્ચિમ બંગાળ (71.8), ઉત્તર પ્રદેશ (58.6) છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube