પંજાબની આપ સરકારમાં 64 ટકા મંત્રીઓ પર ફોજદારી કેસ, 11માંથી 9 મંત્રી કરોડપતિ
આમ આદમી પાર્ટીએ પંજાબમાં પોતાની સરકાર બનાવી લીધી છે. ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. પંજાબમાં સ્વચ્છ રાજનીતિના દાવા સાથે આવેલી આપ સરકારમાં 7 મંત્રીઓ પર કેસ ચાલી રહ્યાં છે.
ચંદીગઢઃ સ્વચ્છ રાજનીતિની વાત કરનારી આમ આદમી પાર્ટીએ પંજાબમાં જે 11 લોકોને મંત્રી બનાવ્યા છે તેમાંથી 7 પર ફોજદારી કેસ ચાલી રહ્યાં છે. એટલું જ નહીં તેમાંથી ચાર મંત્રી એવા છે જેના પર ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. આ સિવાય 11માંથી 9 મંત્રી કરોડપતિ પણ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસે માન સરકારમાં બનાવવામાં આવેલા તમામ મંત્રીઓના એફિડેવિટ કાઢ્યા છે. એફિડેવિટ પ્રમાણે 11માંથી 7 મંત્રીઓએ ચૂંટણી પંચને જણાવ્યું કે તેમની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. તો ચાર મંત્રી એવા છે જેણે એફિડેવિટમાં ગંભીર ક્રિમિનલ આરોપની વાત સ્વીકારી છે. આ મંત્રીઓમાં મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ છે.
આ પણ વાંચોઃ પંજાબમાં સીએમ ભગવંત માને મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, પોતાની પાસે રાખી મહત્વની જવાબદારી
એડીઆરના રિપોર્ટ પ્રમાણે પંજાબની આપ સરકારમાં બનાવવામાં આવેલા મંત્રીઓમાંથી 64 ટકા મંત્રીઓ પર ફોજદારી કેસ ચાલી રહ્યાં છે. તો 36 ટકા વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસ દાખલ છે. આ સિવાય 11માંથી 9 ધારાસભ્યો કરોડપતિ છે, જેની એવરેજ સંપત્તિ 2.87 કરોડ છે. તો ભોઆ સીટથી જીતનાર લાલ ચંદ્રની પાસે સૌથી ઓછી 6.19 લાખ રૂપિયાની સંપત્તિ છે. ઘણા ધારાસભ્યોએ પોતાના એફિડેવિટમાં દેવું દેખાડ્યું છે. સૌથી વધુ દેવું 1.08 કરોડનું બ્રહ્મ શંકરનું છે.
એડીઆરના રિપોર્ટ પ્રમાણે ભગવંત માન સરકારમાં 45 ટકા મંત્રી 10 કે 12 પાસ છે અને બાકી મંત્રી ગ્રેજ્યુએટ કે તેનાથી વધુ ભણેલા છે. ભગવંત માન સરકારમાં જેને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં સામેલ છે હરપાલ સિંહ ચીમા, હરભજન સિંહ, ડો વિજય સિંઘલા, લાલ ચંદ્ર, ગુરમીત સિંહ મીય હેયર, કુલદીપ સિંહ ધાલીવાલ, લલિત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર જિંપા, હરજોત સિંહ બૈંસ અને ડો. બલજીત કૌર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube