નવી દિલ્હી: લોકસભા બાદ સીઆરપીસી અમેંડમેંટ બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયું. આ બિલમાં ગંભીર અપરાધોમાં સામેલ આરોપીઓના બાયોમેટ્રિક ઇંપ્રેશન લેવાનો અધિકાર પોલીસને આપવામાં આવ્યો છે. કેંદ્રીય અમિત શાહે આ બિલને રાજ્યસભામાં રજૂ કરતાં જણાવ્યું કે આ બિલની જરૂરિયાતનું કારણ એ છે કે કારણ કે આપણા દેશમાં અડધા વધુ ગંભીર કેસના અપરાધી ફક્ત આ કારણે જ છૂટી જાય છે, કારણ કે પુરાવામાં ક્યાંક ને ક્યાં ઉણપ રહી જાય છે અને આ કાયદો બન્યા બાદ પોલીસે પોતાની તપાસને વધુ નક્કર બનાવવામાં મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીર કલમોવાળા કેસ માટે બિલ- અમિત શાહ
કેંદ્રીય ગૃહમંત્રીએ રાજ્યસભામાં બિલને રજૂ કરતાં કહ્યું કે આ બિલ દરકે કેસ માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ તે કેસ માટે લાવવામાં આવ્યું છે જ્યાં કલમો ગંભીર હોય છે. આ બિલને લાવવાનો હેતુ દોષીઓને સજા અપાવવાનો છે ના કે નિર્દોષ વ્યક્તિને પરેશાન કરવાનો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે આજના જમાનામાં એવું લાગે છે કે જૂનો કાયદો પર્યાપ્ત નથી. આ બિલને સંસદમાં રજૂ કરવાથી પહેલાં વિધિ આયોગે તેની કિંમત સંતુતિ પણ આપી છે. 


તો બીજી તરફ આ બિલ પર બોલતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે કહ્યું કે મને દુખ છે કે આ બિલ સંવિધાનને તોડી રહ્યું છે. આ બિલને લાવતાં પહેલાં કોઇ સલાહ લેવામાં આવી નથી. ચિદંબરમે કહ્યું કે મારા સહયોગી સતત આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની વાત કરી રહ્યા છે અને મારા હિસાબે તેમાં કંઇ ખોટું નથી. જો તમે કાયદામાં સુધારા માટે 102 વર્ષ રાહ જોઇ છે તો આખરે 102 દિવસ વધુ રાહ જોઇ શકતા નથી. ચિદંબરમે કહ્યું કે આ બિલ સંપૂર્ણપણે અસંવૈધાનિ છે. તેથી અમે આ બિલનો વિરોધ કરી રહ્યા છીએ. 


બિલ પર ચર્ચા દરમિયાન પૂર્વ ડીજીપી અને હાલની ભાજપ સાંસદ બૃજલાલે ગોધરાકાંડનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે તે ઘટનાને એક અલગ સ્વરૂપ આપવાની વાત કરી હતી, તેના લીધે જરૂરી છે કે કાનૂનમાં સંશોધન થાય. બૃજલાલે આ ઉપરાંત દિલ્હીના બાટલા હાઉસની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોએ ત્યાં પણ રાજકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આતંકવાદીઓ માટે આંસૂ વહાવ્યા હતા. બૃજલાલે આ નિવેદન પર સદનમાં થોડો હંગામો પણ થયો હતો ત્યારબાદ અમિત શાહે કહ્યું બૃજલાલે જે કહ્યું છે તે સાચું છે, કારણ કે સુપ્રીમ કોર્ટે પણ પોતાના આદેશમાં સ્વિકાર્યું છે. 


અમિત શાહે કહ્યું કે આ સંશોધન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે ગંભીર ગુનામાં સામેલ લોકો પુરાવાના અભાવે છૂટી ન ભાવ. હત્યાના કેસમાં નિચલી કોર્ટમાં ફક્ત 44 ટકા લોકોને જ સજા મળે છે. બાળ અપરાધના કેસમાં 37% કેસમાં જ સજા મળે છે. અલગ-અલગ દેશોનો ઉલ્લેખ કરતાં શાહે જણાવ્યું કે કેવી રીતે ત્યાં કાયદો સખત છે અને તેના લીધે દોષીઓને સજા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube