નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં કુલ 9 ભારતીય લોકો જીવ ખોઇ ચુક્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસનાં ડીજી એસ.પી વૈદ્યે જણાવ્યું કે, 2 બીએસએફનાં જવાન અને સેનાનાં 2 જવાન પણ શહીદ થયા છે. જ્યારે 5 નાગરિકોનાં જીવ ગયા છે. 17 જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવતા સીઝ ફાયર ઉલ્લંઘન સાથે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સીમા પર તણાવ ચાલી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ટરનેશનલ બોર્ડર પર હજી પણ પાકિસ્તાન દ્વારા સમયાંતરે ફાયરિંગ થઇ રહ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં સીઝફાયર તુટ્યા બાદ ભારત પણ મુંહતોડ જવાબ આપી રહ્યું છે. જવાબી કાર્યવાહી કરતા ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓને નષ્ટ કરી દીધી છે. પાકિસ્તાન તરફથી શનિવારે પણ પરગવાલ, કૃષ્ણા ખીણ અને અખનુપ સેક્ટરમાં પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બીજી તરફ સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાન વ્યાપારિક ગતિવિદિઓ ચાર દિવસ બાદ શનિવારે ફરીથી ચાલુ કરવામાં આવી રહી છે.


કૃષ્ણા ખીણ સેક્ટરમાં પાકિસ્તાન ગોળીબારમાં 23 વર્ષીય સિપાહી મનદીપસિંહ શહીદ થઇ ગયા હતા. મનદીપસિંહ પંજાબનાં સંગારુર જિલ્લાનાં આલમપુર ગામનાં હતા. સેનાનાં પ્રવક્તા એન.એન જોશીએ કહ્યું કે, સિપાહી મનદીપસિંહ એક બહાદુર સૈનિક હતા, દેશ તેમનાં બલિદાનનો હંમેશા દેવાદાર રહેશે.


આરએસપુરામાં 2નાં મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. બીએસએફની 35 ચોકીઓ પાકિસ્તાનનાં નિશાન પર છે. જો કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન તરફ પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાકિસ્તાનનાં મોર્ટાર મારાથી અત્યાર સુધી ચાર નાગરિકોનાં મોત થયા છે જ્યારે ત્રણ સૈનિકો પણ શહીદ થયા છે. પાકિસ્તાની હરકતોને ધ્યાનમાં રાખતા બોર્ડરથી 5 કિલોમીટરનાં વિસ્તારની તમામ શાળાકોલેજો બંધ રાખવામાં આવી છે. બોર્ડર વિસ્તાર પર ચોક્કસી રાખવા માટેનાં પણ આદેશો અપાયા છે.