President Election: રાષ્ટ્રપતિ ચૂંટણીમં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધ ઉમેદવાર દ્રોપદી મુર્મૂની જીતથી બિહાર ભારતીય જનતા પાર્ટી સહિત એનડીએમાં ઉત્સાહ છે. આ વચ્ચે ભાજપે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂના પક્ષમાં મતદાન કરવા માટે મુખ્ય વિપક્ષી રાષ્ટ્રીય જનતા દળના આઠ ધારાસભ્યોનો આભાર માનવાની સાથે ધન્યવાદ કહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારમાં થયું ક્રોસ વોટિંગ
બિહાર ભાજપના અધ્યક્ષ તેમજ સાંસદ સંજય જયસવાલે તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું લખ્યું, એનડીએ તે તમામ આઠ ધારાસભ્યનો પણ આભાર માન્યો છે જેમણે યશવંત સિન્હાના આહવાન પર તેમની અંતરાત્માના કહેવા પર દ્રોપદી મુર્મૂને વોટ આપ્યા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને બિહારમાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને હતા. એનડીએના નેતા તેજસ્વી યાદવે એનડીએના ઉમેદવારને મૂર્તિ પણ કહેવામાં આવ્યું હતું, જે બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો અને તેજસ્વી સત્તા પક્ષના સીધા નિશાના પર આવી ગયા હતા.


આગામી સમયમાં હજુ મોંઘવારી વધવાની, જાણો શું કહ્યું RBI ગવર્નરે


મુર્મૂને મળી રહી છે શુભેચ્છા
આ વચ્ચે દ્રોપદી મુર્મૂની જીત પર ભાજપ નેતાઓ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube