CRPFનો આક્રોશ, કહ્યું- `શહીદોનું અપમાન ન કરો, અમે ભારતીય, જાતિ ધર્મનું વિભાજન અમારા લોહીમાં નથી`
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની જાતિને લઈને એક મેગેઝીનમાં અહેવાલ છપાયો હતો. આ અહેવાલ પ્રત્યે સીઆરપીએફ દ્વારા કડક આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા અર્ધસૈનિક દળે પોતાના મુખ્ય પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું છે કે `સીઆરપીએફમાં અમારી ઓળખ એક ભારતીય તરીકે છે. જાતિ ધર્મનું કોઈ મહત્વ નથી.`
નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની જાતિને લઈને એક મેગેઝીનમાં અહેવાલ છપાયો હતો. આ અહેવાલ પ્રત્યે સીઆરપીએફ દ્વારા કડક આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા અર્ધસૈનિક દળે પોતાના મુખ્ય પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું છે કે 'સીઆરપીએફમાં અમારી ઓળખ એક ભારતીય તરીકે છે. જાતિ ધર્મનું કોઈ મહત્વ નથી.'
મુખ્ય પ્રવક્તા અને ડીઆઈજી એમ. દિનાકરને ટ્વિટ કરીને કહ્યું કે સીઆરપીએફમાં અમારી ઓળખ એક ભારતીય તરીકે છે. જાતિ, રંગ, અને ધર્મનું આ દયનીય વિભાજનનું અમારા લોહીમાં કોઈ અસ્તિત્વ નથી. તેમણે અહેવાલને ટેગ કરતા કહ્યું કે શહીદોનું અપમાન ન કરવું જોઈએ. રિપોર્ટમાં આંકડા તરીકે ઉપયોગ કરીને તેમનું અપમાન ન કરાય. દિનાકરનની ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા રિટાયર્ડ મેજર ગૌરવ આર્ય લખે છે કે દિનાકરનસર, અમને તમારા પર ગર્વ છે. તમારા એક ટ્વિટે નિંદનીય લેખને ફગાવી દીધો.