નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના બારામુલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની ગાડીમાં ટાટા સૂમો ટકરાવાને કારણે 4 જવાનો સહિત 9 લોકો ઘાયલ થઇ ગયા. શનિવારે થયેલી આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને બારામુલાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. બારામુલાની વીરવાન કોલોનીમાં CRPFની ગાડીની સામે આવી રહેલી એક ટાટા સુમો સાથે ટક્કર થઇ ગઇ. સુમો કારથી ટકરાયા બાદ સીઆરપીએફની બસ પલટી ગઇ અને તેમાં બેઠેલા ચાર જવાનો ઘાયલ થઇ ગયા. બીજી તરફ સુમોમાં બેઠેલા 5 લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પઠાણનો પુત્ર અને સાચો હોય તો સાબિત કરે ઇમરાન PM મોદીની ચેલેન્જ

ઘાયલ લોકોની ઓળખ નથી થઇ શકી. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. આ દુર્ઘટના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના એક કાફલા પર એક આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયાનાં આઠ દિવસ બાદ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ સમગ્ર ખીણમાં સુરક્ષા વ્યસ્થા પુરતી કરી દેવામાં આવી છે. જાણકારી અનુસાર સૈન્ય અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી. બીજી તરફ 10 હજાર જવાનોને ફરજંદ કરી દેવામાં આવ્યા છે. જો કે સેનાની તરફથી તે વાતની પૃષ્ટી નથી કરવામાં આવી. આ બધુ જ ખીણથી આતંકવાદીનાં ખાત્મા અને કોઇ પણ મોટા હુમલાને અટકાવવા માટેનાં ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. 


ગત્ત રાત્રે જમ્મુ કાશ્મીરની પોલીસે જમાત એ ઇસ્લામી જમ્મુ એન્ડ કાશ્મીર પર કાર્યવાહી કરી અને સંગઠનના પ્રમુખ અબ્દુલ હમીદ ફૈયાઝ સહિત 24 સભ્યોને કસ્ટડીમાં લીધા. ધરપકડ કરાયેલા લોકોમાં ડૉ. અબ્દુલ હમીદ ફૈયાઝ અને વકીલ જાહિદ અલીનો પણ સમાવેશ થાય છે. અલગતાવાદી સમુહ તહરીક એ હુર્રિયતના સંબંધ સંગઠન પર આ મોટી કાર્યવાહી છે. આ કાર્યવાહી બાદ સંગઠનનાં નિવેદન બહાર પાડીને પોલીસ દ્વારા પોતાના સભ્યોને કસ્ટડીમાં લઇ જવાની નિંદા કરી. 
પ્લેન હાઇજેકિંગની ધમકી, સમગ્ર દેશનાં એરપોર્ટ્સ પર હાઇએલર્ટ
સંગઠને કહ્યું કે, આ પગલું આ ક્ષેત્રમાં અને અનિશ્ચિતતાની રાહ પ્રશસ્ત કરવા માટે યોગ્ય રીતે રચવામાં આવેલું કાવત્રું છે. જમાતે દાવો કર્યો કે, 22 અને 23 ફેબ્રુઆરીની દરમિયાન રાત્રે પોલીસ અને અન્ય એજન્સીઓએ એક વ્યાપક ધરપકડ અભિયાન ચલાવ્યું અને અનંતનાગ, પહેલગામ, દિઆલગામ, ત્રાસ સહિત અનેક ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા. ત્યાર બાદ પોલીસે સંગઠનનાં સભ્યોને કસ્ટડીમાં લીધો. તે અગાઉ જેકેએલએફ પ્રમુખ યાસીન મલિકને પણ જમ્મુ કાશ્મીર પોલીસે હિરાસતમાં લઇ લીધો હતો.