જમ્મુ કાશ્મીરમાં પુર પીડિતોની મદદ માટે CRPF દ્વારા 2500 જવાનો ફરજંદ કરાયા
CRPF મુખ્યમથક પર જમ્મુ કાશ્મીરમાં ફરજંદ તમામ યૂનિટ્સનાં પ્રમુખોને રેસક્યૂ ઓપરેશન સંબંધિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરને લાગુ કરવા માટે કહ્યું છે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુર પીડિતોની મદદ માટે સીઆરપીએફનાં 2500 જવાનોને ફરજંદ કરવામાં આવ્યા છે. સીઆરપીએફનાં વરિષ્ઠ અધિકારીના અનુસાર જમ્મુ-કાશ્મીરમાં પુરની પરિસ્થિતીને જોતા 75મી બટાલિયનનાં કમાન્ડેન્ટને ફ્લડ કંટ્રોલ સેંટરનો ઇન્ચાર્જ ગણાવવામાં આવ્યો છે. સીઆરપીએફનાં તમામ યૂનિટ્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે પ્રત્યેક યૂનિટ પુર પીડિતોની મદદ માટે સેકન્ડ ઇન કમાન્ડ (2IC)નાં નેતૃત્વમાં 40 જવાનોની ટીમને તૈયાર કરશે. જરૂર પડે ત્યારે આ ટીમ પુર પીડિતોની મદદ માટે રેસક્યૂં ઓપરેશન ચલાવશે.
જો કોઇ યૂનિટના વિસ્તારમાં પુરની પરિસ્થિતી નહી હોય તો તેઓ યૂનિટ નજીકનાં પુર પ્રભાવિત વિસ્તારમાં પોતાની મદદ પુરી પાડશે. સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓનાં અનુસાર જમ્મુ કાશ્મીરનાં તમામ પોલીસ સ્ટેશનનાં કંટ્રોલ રૂમમાં સીઆરપીએફના એક જવાનને ફરજંદ કરવા માટેનાં નિર્દેશો પણ અપાયા છે. જેથી તેઓ પુર પ્રભાવિત વિસ્તારમાં નજર રાખવાની સાથે, જરૂર પડ્યે સંબંધિત યૂનિટ સાથે કોર્ડિનેશન કરી શકે. તે ઉપરાંત હરી નિવાસમાં એક જોઇન્ટ ફ્લડ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ રૂમમાં પણ સીઆરપીએફનાં પ્રતિનિધિઓ હાજર રહેશે.
સીઆરપીએફનાંપ્રતિનિધિઓ દર બે કલાકનાં અંતરે પુર પ્રભાવિત વિસ્તારની સ્થિતી અને રેસક્યું ઓપરેશન બાબતે પોતાના હેડક્વાટરને રિપોર્ટ મોકલશે. સીઆરપીએફ મુખ્યમથકે જમ્મુ કાશ્મીરમાં રહેલા તમામ યૂનિટ્સનાં પ્રમુખોને રેસક્યૂ ઓપરેશન સંબંધિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર તૈનાત કરવા માટે કહ્યું છે. જેના કારણે રેસક્યું ઓપરેશન દરમિયાન કોઇ પણ જવાનને તેની ભુમિકા બાબતે શંકા ન રહે. તેમણે જણાવ્યું કે, પુર પ્રભાવિત વિસ્તારમાં રહેલા યૂનિટ કમાન્ડેંટને નિર્દેશો અપાયા છે કે પુરથી સ્થાનિક નાગરિકોને બચાવવા માટે પોતાનાં સ્તર પર તમામ જરૂરી પગલા અને પ્રક્રિયાઓ ઝડપથી પુર્ણ કરવા માટેના નિર્દેશો અપાયા છે.