નવી દિલ્હી: પશ્વિમ બંગાળ (West Bengal) ના કૂચબિહાર (Cooch Behar) માં હિંસાની વચ્ચે બૂથ નંબર 125 પર મતદાન રદ કરવામાં આવ્યું છે. સીતાલકુચી (Sitalkuchi) ના આ બૂથ પર હિંસાના સમાચાર બાદ મતદાન રદ કરવામાં આવ્યું છે. આ ઘટનાક્રમને લઇને મમતા બેનર્જી (Mamata Banerjee) એ કેંદ્ર પર કાવતરું રચવનો આરોપ લગાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ સિલીગુડીની રેલીમાં કૂચબિહારની ઘટના પર ચિંતા વ્યક્ત કરતાં ચૂંટણી પંચ (EC) ને દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. 


West Bengal: કૂચબિહારની ઘટના દુખદ, દોષીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરે ચૂંટણી પંચ: પીએમ મોદી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમએ કરી કાર્યવાહીની માંગ
પીએમ નરેન્દ્ર મોદીએ પણ કૂચબિહારમાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરતાં દોષીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે. પીએમએ સિલીગુડીની ચૂંટણીની સભામાં કૂચબિહારના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણીપંચના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે કૂચબિહારના ઘટનાક્રમ પર જિલ્લાના અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. 

West Bengal Assembly Elections 2021: બંગાળમાં હિંસાનો 'ચોથો તબક્કો' કૂચબિહારમાં 4 TMC કાર્યકર્તાઓના મોત


આ પહેલાં બંગાળના કૂચબિહાર જિલ્લામાં એક મતદાન કેંદ્રની બહાર અજ્ઞાત લોકોએ શનિવારે પહેલીવાર મતદાન કરવા માટે એક યુવકનેહોળી મારી હત્યા કરી હતી. પોલીસે આ જાણકારી આપી. તૃણમૂલ કોંગ્રેસએ આરોપ લગાવ્યો કે આ હત્યાની પાછળ ભાજપ છે જ્યારે ભાજપનો દાવો છે કે પીડીત યુવક મતદાન કેંદ્ર પર પોલિંગ એજન્ટ હતો અને તેના માટે રાજ્યમાં સત્તારૂઢ પાર્ટીને જવાબદાર ગણાવી.  


તો બીજી તરફ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આનંદ બર્મન નામના યુવકને સીતાલકુચી (Sitalkuchi) ના પઠાનતુલી વિસ્તારમાં બૂથ નંબર 85 ની બહાર ઢસેડીને લાવવામાં આવ્યો અને ગોળી મારવામાં આવી. ઘટનાના સમયે મતદાન ચાલી રહ્યું હતું. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube