પહેલીવાર કાશ્મીરમાં પથ્થરબાજોને પાઠ ભણાવશે મહિલા CRPF કમાંડો
કાશ્મીર ખીણમાં મહિલા કર્મચારીઓની આ પહેલી ટીમ છે, થોડા વર્ષો પહેલા સીઆરપીએફની મહિલા કર્મચારીઓને છત્તીસગઢ અને ઝારખંડના નક્સલ વિરોધી અભિયાનોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો
શ્રીનગર : એક વધારે કીર્તિમાન સ્થાપિત કરતા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની 500 મહિલા કમાન્ડોની એક ખાસ ટુકડી નિયમિત ડ્યૂટી, ઉગ્ર ભીડ અને પથ્થરમારો કરનારા લોકો માટે કાશ્મીરની ખીણમાં લાવવામાં આવી છે. આ મહિલા કમાન્ડો શ્રીનગરનાં હમહામામાં સીઆરપીએફનાં ભર્તી ટ્રેનિંગ કેન્દ્રમાં છે અને તેને તોફાન અને આતંકવાદ વિરોધી અભિયાનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તેમાં મોટા ભાગની મહિલાઓ કોન્સ્ટેબલ રેન્કની છે.
ઘણીવાર જોવા મળે છે કે જ્યારે પણ સિક્યોરિટી ફોર્સનાં જવાનો આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન માટે નિકળે છે તો આતકવાદીઓને બચાવવા માટે ઘણા વિસ્તારોમાં જબરદસ્ત પથ્થરમારો કરવામાં આવે છે. આ પથ્થરમારા વચ્ચે મહિલા પથ્થરમારો કરનાર પણ હોય છે અને તેવામાં સિક્યોરિટી ફોર્સ માટે પથ્થરમારો કરી રહેલી મહિલાઓ સાથે ડિલ કરવું મુશ્કેલ થઇ જતું હોય છે.
અધિકારીએ કહ્યું કે, આ અભિયાનનું નવીનતમ મંચ છે. જ્યાં મહિલા કર્મચારીઓને ફરજંદ કરાશે. કાશ્મીર ખીણમાં મહિલા કર્મચારીઓની પહેલી ટીમ છે. કેટલાક વર્ષ પહેલા સીઆરપીએફની મહિલા કર્મચારીઓને છત્તીસગઢ અને ઝારખંડના નકસલ વિરોધી અભિયાનોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે, 45 દિવસની ટ્રેનિંગ બાદ આ મહિલાઓને પથ્થરમારો કરનારા અને પ્રદર્શનકર્તાઓ સાથે કઇ રીતે ડિલ કરવું તે અંગે ટ્રેનિંગ આપવામાં આવશે. માનવામાં આવી રહ્યુ હતું કે, સીઆરપીએફની ખાસ તોફાન વિરોધી શાખાને હિંસક પ્રદર્શનો અને પથ્થરમારાની ઘટનાઓના ઉકેલ માટે લાવવામાં આવી શકે છે પરંતુ તેને વ્યાવહારીક રીતે યોગ્ય હોવાનું નહોતું મનાયું.