શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આજે સવારે આતંકીઓએ ઘાત લગાવીને CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલામાં એક જવાન શહીદ થયો અને 3 ઘાયલ થયા. જ્યારે એક નાગરિકનું પણ દુખદ મોત થયું. આતંકીઓના ફાયરિંગમાં જવાને ખુબ બહાદુરીથી એક ત્રણ વર્ષના બાળકનો જીવ બચાવ્યો. જેના ખુબ વખાણ થઈ રહ્યાં છે. આ જવાનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CRPF દ્વારા એક નિવેદનમાં જણાવાયું કે સોપોરથી કૂપવાડા આવતી કાર આતંકીઓના ફાયરિંગ રેન્જમાં આવતા જ કાર ચલાવતા વ્યક્તિ કારને અટકાવીને સુરક્ષિત નીકળી જવા માટે તેઓ કારમાંથી બહાર નીકળ્યા. પરંતુ આ દરમિયાન આતંકીઓની ગોળીનો ભોગ બની ગયા. આ દરમિયાન નાનકડા બાળકને સુરક્ષાદળો દ્વારા બચાવી લેવાયો. 



જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યાં મુજબ આતંકીઓએ સોપોરના મોડલ ટાઉન વિસ્તારમાં એક નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકીઓને દબોચવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.