જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની હિલચાલને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે. આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ સ્થળે હુમલો કરી શકે છે જેને પગલે સેનાના જવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. આતંકવાદી હુમલાની શક્યતાના પગલે CRPFના જવાનોને હુમલાનો સામનો કરવા તાલીમ અપાઇ રહી છે. ખાસ કરીને પૂંછમાં સેનાના જવાનોને તાલીમ આપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલીમ સમયે જવાનોને કહેવાયું હતું કે આપણે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. જો આતંકીઓ ટેન્ક, કેમ્પ વગેરે પર હુમલો કરે તો તેમને કેવી રીતે વળતો જવાબ આપવો તે સહિતની તાલીમ આપવામાં આવી હતી. 


સાથે સાથે ફરજ દરમિયાન જવાનોને કોરોના મહામારી સામે પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. કોઇ પણ સ્થળે કોઇ વ્યક્તિને મળવું નહીં. કેમ્પ પર પરત આવતા સમયે હાથને સારી રીતે ધોઇ સેનેટાઇઝ કરવા સહિતની સૂચના અપાઇ છે. તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ પણ કહેવાયું છે. જેથી અન્ય જવાનો કોરોનાથી સંક્રમિત ન થાય.