પુલવામાઃ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો છે. અહીં ગોંગૂ ક્રોસિંગ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોની એક ટીમ ચેકપોસ્ટ પર તપાસ કરી રહી હતી. ત્યારે આતંકીઓએ પેટ્રોલ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધુ. આ હુમલામાં સીઆરપીએફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું નિધન થયુ હતું. આ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએસઆઈ વિનોદ કુમાર આ આતંકી હુમલામાં શહીદ થયા છે. પાંચ દિવસ પહેલા જ શ્રીનગરની લાલ બજારમાં ચેક પોસ્ટ પર આતંકીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. તેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એએસઆઈ મુશ્તાક અહમદ શહીદ થયા હતા. આ વર્ષે અલગ-અલગ જગ્યાઓ પર આતંકી હુમલામાં 9 પોલીસકર્મી શહીદ થઈ ચુક્યા છે. 


મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી, ભાજપ પાસેથી સિંગરૌલી કોર્પોરેશનની સત્તા છીનવી


પ્રાપ્ત વિગત અનુસાર જમ્મુ-કાશ્મીરમાં હજુ 141 સક્રિય આતંકી છે, જેમાંથી 82 વિદેશી છે. રિપોર્ટનું કહેવું છે કે આતંકી સંગઠન આ સમયે જમ્મુ-કાશ્મીરમાં નાના અને આધુનિક હથિયારોને દાખલ કરવામાં લાગ્યા છે. હાલમાં થયેલા એનકાઉન્ટરમાં આ પ્રકારના હથિયાર જપ્ત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube