ક્રુડ ઓઈલનો ભાવ ગગડ્યો, પેટ્રોલ-ડીઝલ વધુ સસ્તુ બનશે, સીધો ફાયદો થશે ભારતના નાગરિકોને
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય કિંમતમાં આગામી દિવસોમાં તમને વધુ રાહત મળી શકે છે. આ રાહતની શક્યતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત ઘટ્યા બાદ વ્યક્ત કરવામાં આવી છે. જને કારણે હવે નાગરિકોને પણ તેનો સીધો ફાયદો મળી શકે છે.
નવી દિલ્હી : ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય કિંમતમાં આગામી દિવસોમાં તમને વધુ રાહત મળી શકે છે. આ રાહતની શક્યતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત ઘટ્યા બાદ વ્યક્ત કરવામાં આવી છે. જને કારણે હવે નાગરિકોને પણ તેનો સીધો ફાયદો મળી શકે છે.
ક્રુડ ઓઈલનો આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના તળિયે પહોંચી જતા 80 ટકા ઓઈલની આયાત કરતા ભારતને આર્થિક મોરચે રાહત મળી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં આર્થિક સુસ્તી અને અમેરિકા-ચીન વચ્ચે વેપારનું યુદ્ધ તીવ્ર બનતા રોકાણકારોએ તેલમાંથી હાથ પાછો ખેંચી લીધો છે. જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે અમેરિકા અને ચીન વચ્ચેના આ વેપાર યુદ્ધનો સીધો ફાયદો ભારતના નાગરિકોને મળી શકે છે. કારણ કે આવી પરિસ્થિતમાં ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે.
છેલ્લા દોઢ મહિનામાં ક્રુડ ઓઈલનો ભાલ 40 ટકા જેટલો ઘટી ચૂક્યો છે. તેલની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકની સાથે સાથે અન્ય દેશોએ તેલના ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત કરી હતી, જેનાથી તેલના ભાવ વધવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પંરતુ હવે તેનાથી ઉલટુ થઈ રહ્યું છે. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધની જાહેરાતને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કાચા તેલની કિંમતો ગત ચાર વર્ષના સર્વોચ્ચ સ્તર પર જતી રહી છે.
બુધવારે ફ્યુચર માર્કેટમાં કાચા તેલની કિંમત 1.1 ટકા ઘટી ગઈ હતી. સોમવારે તેમાં 6.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રશિયાના એનર્જિ મિનિસ્ટર એલેક્ઝાંડર નોવાકે ઈન્વેસ્ટેર્સને એમ કહીને વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, ઓપેક અને તેના સહયોગી દેશોની વચ્ચે તેલ ઉત્પાદનમાં ઘટાડાને લઈને સહમતીને કારણે 2019ના પ્રથમ ત્રિમાસિકમાં ઓઈલ માર્કેટમાં સ્થિરતા આવશે. તેમણએ કહ્યું કે, જો પરિસ્થિતિ બદલાશે તો તેલ ઉત્પાદક દેશ યોગ્ય પગલા લેશે.
ઓક્ટોબર મહિનામાં ચાર વર્ષના સર્વોચ્ચ સ્તર પર ગયા બાદ કાચા તેલની કિંમતમાં 40 ટકા ઘટાડો આવી ચૂક્યો છે. તેલ નિકાસ દેશોના સંગઠન અને રશિયા સહિત અનેક સહયોગીઓએ 6 ડિસેમ્બરની બેઠકમાં તેલ ઘટાડા પર પોતાના મત વ્યક્ત કર્યો હતો. તેનાથી ઈન્વેસ્ટર્સને ડર સતાવવા લાગ્યો છે કે, આ નિર્મય આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલમાં અભાવ પેદા કરવા માટે પૂરતુ છે. પરંતુ અમેરિકા રેકોર્ડ સ્તર પર તેલ ઉત્પાદન કરવા લાગ્યું છે. જેનાથી આ ડર નકામો સાબિત થઈ રહ્યો છે.