મુંબઈ: 2 ઓક્ટોબરના રોજ મુંબઈની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો  (NCB) ની ટીમે મુંબઈ પોર્ટ ખાતે Cordelia cruise પર રેડ મારી અને ત્યાંથી કથિત રીતે ડ્રગ્સનો જથ્થો પકડાયો. આ મામલે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક મીડિયા રિપોર્ટ્સ બાદ આ સમગ્ર મામલે ક્રુઝ કંપની Cordelia Cruises ના પ્રેસિડેન્ટ Jurgen Bailom એ આ મામલે નિવેદન આપતા કહ્યું 'નાર્કોટિક્સ વિભાગને કેટલાક મુસાફરોના સામાનમાંથી ડ્રગ્સ મળી આવ્યું. આ મુસાફરોને તાબડતોબ ક્રુઝ પરથી ઉતારી મૂકવામાં આવ્યા. જેના કારણે ક્રુઝને ઉપડવામાં વાર લાગી.'


શ્રેષ્ઠ આવવાનું હજુ બાકી, નવી સફળતાઓની સ્ક્રિપ્ટ લખીશું: પુનિત ગોયન્કા ZEE ના 29 વર્ષ પૂરા કર્યા


તેમણે આ અંગે વધુમાં કહ્યું કે 'મુસાફરો પાસેથી ડ્રગ્સ પકડાયા બાદ શીપ પર નક્કી કરાયેલી ઈવેન્ટ્સ અને તહેવારોની સીઝનમાં સ્ટેજ શો, ફૂડ, ગરબા, ડાન્સિંગ વગેરે જેવી આનંદની સેવાઓમાં વિલંબ થવા બદલ  Cordelia મહેમાન પરિવારોની માફી માંગે છે.'


NCB અધિકારીઓએ જ્યારે રેડ પાડી ત્યારે ક્રુઝ મેનેજમેન્ટ અને સ્ટાફે અધિકારીઓને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો.  આ સમગ્ર મામલે સ્ટાફના કોઈ પણ સભ્યની સંડોવણી જોવા મળી નથી અને પૂરતી પૂછપરછ અને તપાસ બાદ શીપને રવાના થવા દેવામાં આવશે. 


CORDELIA ક્રુઝ પર નવરાત્રી રમઝટ, દરિયા વચ્ચે તરતા મહેલમાં પાર્થિવ ગોહીલ સાથે ગરબે ઘુમવાની ઐતિહાસિક તક


શું છે મામલો? 
મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈથી ગોવા જતા ક્રુઝ પર રેડ મારીને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ઼્રગ્સ જપ્ત કર્યું. આ મામલે ઓછામાં ઓછા 10 લોકોની અટકાયત કરાઈ છે. એનસીબી મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ મામલે કહ્યું કે હાલ કેટલાક લોકોની અટકાયત કરાઈ છે. તપાસ ચાલુ છે. ડ્રગ્સ મળ્યું છે. અમે 8-10 લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube