નવી દિલ્હીઃ Family of Sameer Wankhede met Governor: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) ના પિતા જ્ઞાનદેવ વાનખેડે અને તેના બહેન યાસમીન વાનખેડે મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા. જ્ઞાનદેવ અને યાસમીન વાનખેડેની સાથે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર પણ હાજર રહ્યા. મહત્વનું છે કે સમીર વાનખેડેના પરિવારે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમીર વાનખેડેને લઈને એનસીપી નેતા નવાબ મલિક દ્વારા કરવામાં આવી રહેલી બદનામીને લઈને આ મુલાકાત થઈ છે. સમીર વાનખેડેનો પરિવાર આ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને SC કમીશનની મુલાકાત કરી ચુક્યો છે. નોંધનીય છે કે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડેના પરિવાર અને નવાબ મલિક વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યુ છે. નવાબ મલિકના આરોપોથી સમીર વાનખેડેનો પરિવાર ક્રોધિત છે. 


આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન પર અલગ પડ્યા ચીન તથા પાક, રશિયા અને અન્ય દેશોની સાથે દિલ્હીમાં મહત્વની બેઠક


પિતાએ નોંધાવી છે ફરિયાદ
સમીર વાનખેડેના પરિવારનો આરોપ છે કે નવાબ મલિક ઇરાદાપૂર્વક તેમને બદનામ કરી રહ્યા છે. સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ સહાયક પોલીસ કમિશનરની પાસે ફરિયાદ નોંધાવી છે. જેમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ વિરુદ્ધ કથીત રીતે પરિવારની જાતિ વિશે ખોટા આરોપ લગાવવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે એનસીપી નેતા મલિકે ઘણા મીડિયા પ્લેટફોર્મ પર તેમના અને તેમના પરિવારના સભ્યોની સાથે-સાથે તેમની જાતિ વિરુદ્ધ ખોટી અને અપમાનજનક ટિપ્પણી કરી છે. 


બોમ્બે હાઈકોર્ટે મલિકને જવાબ દાખલ કરવા કહ્યું
આ દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે નવાબ મલિકને સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે દ્વારા દાખલ કરાયેલા રૂ. 1.25 કરોડના માનહાનિના દાવામાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. મલિકના વકીલ અતુલ દામલેએ બાંહેધરી આપવાનો ઇનકાર કર્યા પછી કે મંત્રી ટિપ્પણી કરશે નહીં અથવા મીડિયાને સંબોધિત કરશે નહીં. જસ્ટિસ એમ.જે. જામદારે હવે વચગાળાની રાહત પર વધુ સુનાવણી બુધવારે (10 નવેમ્બર) નક્કી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube