નવી દિલ્હી: નિર્ભયા કેસના 2 આરોપીઓને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો ઝટકો આપતાં તેમની ક્યૂરેટિવ અરજીને નકારી કાઢી હતી. ન્યાયમૂર્તિ એન.વી. રમના, ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ રોહિંટન ફલી નરીમન, ન્યાયમૂર્તિ આર. ભાનુમતિ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની પાંચ ન્યાયાધીશોવાળી પીઠ વિનય શર્મા અને મુકેશ દ્વારા કરવામાં આવેલી અરજીને નકારી કાઢી છે. આ પ્રકારે હવે આ કેસના દોષીઓને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસમાં ચાર દોષી છે. જેમાંથી બે લોકોએ અરજી કરી હતી. અરજી પર સુનાવણી ઓપન કોર્ટમાં ન થતાં જજોની ચેંબરમાં થઇ હતી. 


જોકે આ કેસમાં ચાર દોષી છે, જેમાંથી 2 હત્યારાઓએ જ અત્યાર સુધી ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. બાકી બે દોષી ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી શકે છે. અરજી દાખલ કરવામાં મોડું કરવાનું કારણ ફાંસીની સજાને થોડા દિવસ ટાળવાનો પ્રયત્ન હશે. ક્યૂરેટિવ પિટીશન બાદ દોષીઓની પાસે રાષ્ટ્રપતિ પાસે અરજી દાખલ કરવાનો કાનૂની અધિકારી બચ્યો છે. 


જોકે ક્યૂરેટિવ પિટીશન પર સુનાવણી ઓપન કોર્ટ ન થતાં ચેમ્બરમાં બપોરે પોણા બે વાગે થઇ, જેમાં કોઇપણ પક્ષના વકીલ રહેવા અને ચર્ચા કરવાની પરવાનગી ન હતી. 


જસ્ટીસ ભાનુમતિ અને જસ્ટિસ ભૂષણની બેંચે દોષીઓની પુનર્વિચાર અરજી 18 ડિસેમ્બરે નકારી કાઢી હતી. ત્યારબાદ પટિયાલા હાઉસની ટ્રાયલ કોર્ટે ચારેય આરોપીને 22 જાન્યુઆરીના રોજ ફાંસી પર લડકાવવા માટે ડેથ વોરન્ટ જાહેર કરી દીધું હતું. આ વોરન્ટ નિર્ભયાની માતાની અરજી પર જાહેર કરવામાં આવ્યું હતું, અરજીમાં ટ્રાયલ કોર્ટમાંથી માંગ કરવામાં આવી હતી કે દોષીઓની કોઇપણ અરજી સુપ્રીમ કોર્ટ અથવા રાષ્ટ્રપતિ પાસે પેન્ડીંગ નથી, એટલા માટે ટ્રાયલ કોર્ટ ફાંસીની સજાને મંજૂરી આપવા માટે કાર્યવાહી કરે.


શું છે કેસ
16 ડિસેમ્બર 2012ના રોજ એક 23 વર્ષીય યુવતિ સાથે નિર્દયતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને દોષીઓ દ્વારા પીડિતાને ખૂબ અત્યાચાર સહન કરવો પડ્યો હતો, ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. ગુનામાં  સામેલ છ આરોપીઓની ધરપકડ કરી દુષ્કર્મ તથા હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


આરોપીમાંથી એક કિશોર હતો, જોકે એક કિશોર (જુવેનાઇલ) કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ અન્ય આરોપીઓને તિહાડ જેલમાં આત્મહત્યા કરી હતી. બાકી બચેલા ચાર દોષીઓને સપ્ટેમ્બર 2013માં એક ટ્રાયલ કોર્ટે મોતની સજા સંભળાવી હતી અને માર્ચ 2014માં દિલ્હી હાઇકોર્ટે પણ સજાને યથાવત રાખી હતી. ત્યારબાદ મે 2017માં સુપ્રીમ કોર્ટે સજામાં કોઇ ફેરફાર કર્યો નહી અને કોર્ટે દોષીઓની પુનર્વિચાર અરજીને પણ નકારી કાઢી. 


ક્યૂરેટિવ અરજીમાં વિનય શર્માએ કહ્યું કે આપરાધિક કાર્યવાહીના લીધે તેનો આખો પરિવાર પીડિત થયો છે. તેમાં કહેવામાં આવ્યું કે 'એકમાત્ર અરજીકર્તાને દંડિત ન કરવામાં નથી આવી રહ્યો પરંતુ આપરાધિક કાર્યવાહીના કારણે આખો પરિવાર અત્યંત પીડિત થયો છે. પરિવારની કોઇ ભૂલ નથી, તેમછતાં પણ સામાજિક પ્રતાદના અને અપમાન સહન કરવું પડે છે. 


વરિષ્ઠ અધિવક્તા અધિસ સી અગ્રવાલ અને એ પી સિંહ દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરજીકર્તાના માતા-પિતા વૃદ્ધ અને અત્યંત ગરીબ છે. આ મામલે તેમને ઘણું નુકસાન થયું છે અને હવે તેમની પાસે કંઇ બચ્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube