નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદલ તરફથી પયગંબર મોહમ્મદ વિશે વિવાદિત ટિપ્પણીના વિરોધમાં દેશભરના અનેક શહેરોમાં બબાલ ચાલી રહી છે. શુક્રવારે નમાઝ બાદ યુપીના પ્રયાગરાજ, બંગાલના હાવડાસ, ઝારખંડના રાંચી સહિત ઘણા શહેરોમાં હિંસાત્મક પ્રદર્શન થયા હતા. ત્યારબાદ ઘણી જગ્યાએ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યા તો કોઈ જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશભરમાં થયેલી હિંસા સાથે જોડાયેલી 10 વાતો જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. શુક્રવારે ભડકેલી હિંસ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર એક્શન મોડમાં છે. યુપીના 6 શહેરોમાંથી પોલીસે 227 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાં સહારનપુરથી 48, પ્રયાગરાજથી 68, હાથરસથી 50, મુરાબાબાદથી 25, ફિરોઝાબાદથી 8 અને આંબેડકરનગરથી 28 લોકોની ધરપકડ થઈ હતી. 


2. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હિંસા પર પોલીસનું મોટુ નિવેદન સામે આવ્યું છે. પોલીસે પ્રયાગરાજ હિંસાના માસ્ટરમાઇન્ડ જાવેદ અહમદની ધરપકડ કરી છે. તો દિલ્હીની જેએનયૂમાં અભ્યાસ કરી રહેલી જાવેદ અહમદની પુત્રીની પણ હિંસામાં શંકાસ્પદ ભૂમિકાનો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું છે કે હિંસાના આરોપીઓ પર એનએસએ લગાવવામાં આવશે. 


3. હિંસા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શન મોડમાં છે. તેમણે આજે સાંજે 6.30 કલાકે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં પ્રદેશના મોટા અધિકારી સામેલ થશે. 


4. ઝારખંડના રાંચીમાં શુક્રવારે ભડકેલી હિંસામાં બે લોકોના મોત થયા, જેમાં એક મૃતકનું નામ કૈફી છે અને બીજાનું નામ છે મોહમ્મદ સાહિલ છે. આ લોકોની સારવાર રિમ્સમાં ચાલી રહી હતી. હિંસા દરમિયાન બે લોકોને ઈજા થઈ હતી, ત્યારબાદ તેને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે 11 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. 


આ પણ વાંચોઃ હાવડામાં ફરી હીંસા, 15 જૂન સુધી કલમ 144 લાગૂ, મમતાએ કહ્યું; 'રમખાણો પાછળ ભાજપનો હાથ'


5. હિંસા બાદ રાંચી શહેરના 12 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. તેમાં કોતવાલી, લાલપુર, ડેલી માર્કેટ, ડોરંડા, જગ્ગનાથપુર, ચુટિયા, લોએર બજાર, હિંદપિડી, બરિયાતૂ, સુખદેવ નગર, અરગોડા અને પંડ્રા વિસ્તાર સામેલ છે. 


6. પશ્ચિમ બંગાળના હાવડામાં શુક્રવારે થયેલી હિંસા બાદ 70 લોકોની ધરપકડ થઈ છે. તંત્રએ હાવડા જિલ્લામાં 13 જૂન સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. તો અહીં કલમ 144 પણ લાગૂ કરવામાં આવી છે. 


7. પશ્ચિમ બંગાળના હાવડામાં સતત બીજા દિવસે હિંસાના સમાચાર સામે આવ્યા છે. અહીં અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. મહત્વનું છે કે હાવડાના ઘણા વિસ્તારમાં કલમ 144 લાગૂ છે. ત્યારબાદ પણ હિંસાની ઘટના રોકાતી નથી.


8. હાવડા હિંસા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હાવડામાં છેલ્લા બે દિવસથી હિંસક ઘટનાઓ થઈ રહી છે. તેની પાછળ કેટલીક રાજકીય પાર્ટીઓ છે અને તે તોફાનો કરાવવા ઈચ્છે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કાયદાનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ભાજપનો ગુનો, ભોગવશે બધા?


આ પણ વાંચોઃ મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું ક્યારે પહોંચશે?


9. બંગાળથી ભાજપના સાંસદે સૌમિત્ર ખાને મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યમાં હિંસા સરકારના ઇશારે થઈ રહી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે અને અહીં સેનાની જરૂર છે. 


10. દિલ્હીની જામા મસ્જિદની બહાર મંજૂરી વગર પ્રદર્શન કરવાના મામલામાં પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. ડીસીપી સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ શ્વેતા ચૌહાણે કહ્યું કે કેસ દાખલ કરી પ્રદર્શનકારીઓની ઓળખ કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube