ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો, ગત વર્ષની તુલનાએ 11 ટકા લાંચ વધારે અપાઇ
આ સર્વે 1.60 લાખ પ્રતિક્રિયાઓનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે, સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 79થી ઘટીને 81માં નંબર પર પહોંચી ગયા છે
લંડન : ભારતમાં ભ્રષ્ટાચારને ખતમ કરવાનાં ભલે તમામ દાવાઓ કરવામાં આવતા હોય, પરંતુ હકીકતની તસ્વીર તેનાંથી અલગ જ છે. ગત્ત વર્ષની તુલનાએ આ વર્ષે ભારતમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. ગત્ત એક વર્ષમાં દેશનાં 56 ટકા લોકોએ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે લાંચ આપી છે. આ દાવો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા એન્ડ લોકલ સર્કલે પોતાનાં એક રિપોર્ટમાં કર્યો છે. આ સર્વે 1.60 લાખ પ્રતિક્રિયાઓનાં આધારે કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચારનાં ઇંડેક્સમાં ભારતનું સ્થાન 79થી ઘટીને 81માં નંબર પર પહોંચી ગયું છે.
ગત્ત વર્ષે 45 ટકા લોકોએ દેશમાં પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે પોતાનાં કામ માટે લાંચ આપી હતી. આ વર્ષનો આ આંકડો વધીને 56 ટકા પર પહોંચી ગઇ. આ સર્વે અનુસાર, 58 ટકા લોકોનું કહેવું છે કે તેમના રાજ્યમાં એન્ટી કરપ્શન હેલ્પલાઇન જેવી કોઇ વસ્તુ નથી. બીજી તરફ 33 ટકા લોકો તો એટલે સુધી કહી રહ્યા છે કે તેઓ આ પ્રકારની કોઇ પણ હેલ્પ લાઇનથી પરિચિત નથી.
કોંગ્રેસ થઇ કંગાળ: તમામ નેતાઓને ખોટા ખર્ચાઓ અટકાવવા આદેશ...
ભ્રષ્ટાચાર સૌથી વધારે રોકડમાં થયો.
આ સર્વેમાં સામે આવ્યું છે કે આ લાંચમાં સૌથી વધારે રોકડની લેવડ-દેવડનો ઉપયોગ થાય છે. કુલ લાંચમાં 39 ટકા રકમ રોકડમાં આપવામાં આવી. બીજી તરફ 25 એજન્ટ દ્વારા લાંચ આપવામાં આવી. તેમાં સૌથી વધારે લાંચ પોલીસવાળાને આપવામાં આવી. કુલ લાંચમાં 25 ટકા લાંચની રકમ પોલીસવાળાઓને આપવામાં આવી. ત્યાર બાદ નગર નિગમ, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન અને અન્ય સરકારી ઉપક્રમમાં લાંચ આપવામાં આવી.
દેશના ‘ચોકીદાર’ અને રક્ષા મંત્રી રાફેલ ડીલ પર ચુપ કેમ છે: રાહુલ ગાંધી...
2017માં 30 ટકા લાંચ પોલીસવાળાઓએ લીધી હતી. 27 ટકા લાંચ નગર નિગમ અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ઓફીસમાં લેવામાં આવી. સર્વે જણાવે છે કે ગત્ત વર્ષે અને આ વર્ષે લાંચ લેનારા 36 ટકા લોકોનું કહેવું હતું કે પોતાનું કામ કરાવવા માટેની એક માત્ર પદ્ધતી છે. ગત્ત વર્ષે જ્યારે 43 ટકા લોકો કહી રહ્યા હતા કે પોતાનું કામ કરાવવા માટે તેઓ લાંચ નથી આપતા તો આ વર્ષે એવા લોકોનો આંકડો 39 ટકા જ હતો.
પુરાવાઓ વગર માત્ર આરોપો લગાવવાથી જ ભ્રષ્ટાચાર સાબિત નહી થાય: CAG...
સીસીટીવીની કોઇ જ અસર નહી
આ રિપોર્ટમાં તે પણ સામે આવ્યું છે કે લોકોને તે સરકારી ઓફીસોમાં પણ લાંચ આપવી પડી જ્યાં તેઓ સીસીટીવી કેમેરા લાગેલા હતા. આશરે 13 ટકા લોકોએ તો એવા સ્થળ પર આ વર્ષે જ લાંચ આપ્યાનું સ્વિકાર્યું છે.