નવી દિલ્હી : નાણાકીય શાખ નિર્ધારક પ્રતિષ્ઠિત એજન્સી મૂડીઝના મંતવ્યમાં અલગ અલગ વસ્તુઓ પર માલ અને સેવા કર (જીએસટી)ના દરોમાં હાલમાં થયેલા ઘટાડો સરકારના આર્થિક શાખની વિરુદ્ધ છે. એજન્સીએ પોતાના હાલમાં રિપોર્ટમાં કહ્યું કે, તેના કારણે સરકારની કરની આવક અને વસુલી પર અસર પડશે. રાજકોષીય નુકસાનને ઘટાડવા માટેના સરકારના પ્રયાસો પર તેના પ્રતિકુળ પ્રભાવની દ્રષ્ટીએ આ આર્થિક શાખ માટે યોગ્ય નિર્ણય નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, જીએસટી પરિષદે પોતાની ગત્ત બેઠકમાં 88 પ્રકારની વસ્તુઓ પર કર ઘટાડી દીધો અથવા રદ્દ કરી દીધો હતો. તેમાં વિજળીથી ચાલતા ઘણા પ્રકારના ઉપકરણોથી માંડીને નાના ટીવી સેટ અને અન્ય ઘણી બધી સામગ્રીનો સમાવેશ થાય છે. મૂડિઝનું કહેવું છે કે આ નિર્ણયના કારણે સરકારી આવકમાં વાર્ષિક આધારે જીડીપીનાં 0.04 ટકાથી 0.08 ટકા સુધીની અસર પડી શકે છે. સરકારમાં ચાલૂ નાણાકીય વર્ષ દરમિયાન કરની આવકમાં 16.7 ટકાનો વધારો થવાનું અનુમાન લગાવ્યું છે. 

અનુમાન છે કે હાલના ઘટાડાથી આશરે 8 હજારથી 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. જો કે સરકારને આશા છે કે પાલન વધવાની સાથે તથા વસ્તુઓને સસ્તા થાની તેમની માંગ વધવાથી કરની આવક વધશે અને તેના કારણે જે નુકસાન થઇ રહ્યું છે તે લગભગ લગભગ ભરપાઇ થઇ જશે. મૂડીઝે કહ્યું કે, નવેમ્બર, 2017 અને જાન્યુઆરી, 2018માં જીએસટીમાં થયેલા ઘટાડા બાદ જુલાઇમાં કરાયેલા હાલના ઘટાડાનું સરકારની કર વસુલી પર અસર પડશે. જે શાખ માટે યોગ્ય નથી, કારણ કે તેના કારણે રાજકોષીય ખાદ્યમાં વધારો થશે જેથી રાજકોષને મજબુત કરવાનાં પ્રયાસો પર દબાણ વધશે. 

સરકારનું અનુમાન છે કે જીએસટી વસુલી મધ્યાવધીમાં જીડીપીના 1.5 ટકા સુધી વધશે. ડિસેમ્બર, 2917થી જીએસટીની વસુલી વધી છે. જો કે વચ્ચે વચ્ચે વસ્તુ પર કરમાં ઘટાડો થવાનાં કારણે તેનાં કારણે ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી થકી 7.4 લાખ કરોડ રૂપિયાની પ્રાપ્તિના લક્ષ્યાંક ચુકવાનો ખતરો વધ્યો છે.