રાહુલ ગાંધીએ ધર્યુ રાજીનામું, કોંગ્રેસના સભ્યોએ કહ્યું તમારી જરૂર છે
લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીની 52 સીટો આવી છે, દેશનાં 17 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીનું ખાતુ પણ ખુલ્યુ નથી, કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં શૂન્ય, મધ્ય પ્રદેશમાં અને છત્તીસગઢમાં પાર્ટી માત્ર 2 સીટ જીતી શકી
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભુંડા પરાજય બાદ પાર્ટીએ મંથન માટે શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. સુત્રો અનુસાર આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પરાજયની જવાબદારી લેતા રાજીનામાની રજુઆત કરી હતી ત્યાર બાદ તમામ સભ્યોએ ફગાવી દીધું. જો કે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાહુલ ગાંધી પોતાનાં રાજીનામાં પર યથાવત્ત છે. તેમણે કહ્યું કે, હું પાર્ટી અધ્યક્ષ પદ પર યથાવત્ત રહીશ, તે જરૂરી નથી કે સુત્રોએ તેમ પણ જણઆવ્યું કે, રાહુલ ગાંધીએ બેઠકમાં કહ્યું કે, પાર્ટીની લડાઇ માટે તેમનું અધ્યક્ષ પદ પર રહેવાની કોઇ જરૂરિયાત નથી.
ચારે બાજુ મોદી મોદી...પણ મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતા ખુબ હતાશ, જોડાઈ શકે છે કોંગ્રેસમાં
સુત્રોના હવાલાથી એવા સમાચાર છે કે બેઠકમાં સર્વસમ્મતીથી પાર્ટીની પુન:રચના માટે રાહુલ ગાંધીના સર્વેસર્વા બનાવવાનાં પ્રસ્તાવ પણ રજુ કરવામાં આવ્યા. આ તમામ ક્યાસ પર સવાલોનાં જવાબ આપવા માટે કોંગ્રેસ પાર્ટી વર્કિંગ કમિટીની બેઠક પુર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી.
CWCની બેઠક પૂર્ણ, રાહુલ ગાંધીના રાજીનામાની અફવા ખોટી- રણદીપ સુરજેવાલા
તેમણે કહ્યું કે, કોંગ્રસને રાહુલ ગાંધીનાં નેતૃત્વની જરૂર છે. કોંગ્રેસ કાર્યસમિતીએ એક પ્રસ્તાવ પસાર કર્યો. કોંગ્રેસને રાહુલ ગાંધીના માર્ગદર્શનની જરૂર છે. પાર્ટીમાં મોટા પરિવર્તન માટે કાર્ય સમિતીએ પાર્ટી અધ્યક્ષે શક્તિ આપી છે. સુરજેવાલે કહ્યું કે, પાર્ટીમાં પરિવર્તન માટે વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીને સંપુર્ણ અધિકાર આપ્યો છે. સુરજેવાલે કહ્યું કે, કોંગ્રેસ વિભાજનકારી રાજનીતિ સામે લડવા માટે તૈયાર છે.
લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી આજે CWCની બેઠક, રાહુલ ગાંધી આપી શકે છે રાજીનામું!
સુરજેવાલે આ વાત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમગ્ર મીડિયામાં રાજીનામાનાં સમાચાર ફેલાયાની થોડી મિનિટોમાં પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલે શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દે કોઇ સત્ય નથી કે આ સમાચાર ખોટા છે. 24 અકબર રોડ પર પાર્ટી કાર્યાલયની બહાર રાહ જોઇ રહેલા પત્રકારોને સંદેશ આપતા સુરજેવાલે સ્પષ્ટ કહ્યું કે, રાહુલનાં રાજીનામાની રજુઆતનાં રિપોર્ટ ખોટા છે.