નવી દિલ્હીઃ Cyber security incident at AIIMS: દિલ્હીમાં AIIMS ખાતે વપરાતું નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરનું ઈ-હોસ્પિટલ સર્વર સવારે 7 વાગ્યાથી ડાઉન છે, જેનાથી OPD અને સેમ્પલ કલેક્શન સેવાઓને અસર થઈ છે. AIIMSના અધિકારીઓએ જણાવ્યું કે આ તમામ સેવાઓ હાલમાં 'મેન્યુઅલ મોડ' પર કામ કરી રહી છે. દિલ્હી AIIMS એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આખો દિવસ સર્વર ડાઉન રહ્યા બાદ આ રેન્સમવેર એટેક હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIIMS એ એક નિવેદનમાં જણાવ્યું છે કે AIIMS ખાતે કાર્યરત નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ની એક ટીમે માહિતી આપી છે કે તે રેન્સમવેર એટેક હોઈ શકે છે. યોગ્ય કાયદા અમલીકરણ અધિકારીઓ આની તપાસ કરશે. AIIMSના અધિકારીએ જણાવ્યું કે સર્વર બંધ થવાને કારણે સ્માર્ટ લેબ, બિલિંગ, રિપોર્ટ જનરેશન અને એપોઇન્ટમેન્ટ સિસ્ટમ સહિતની OPD અને IPD ડિજિટલ હોસ્પિટલ સેવાઓને અસર થઈ છે.


આ પણ વાંચોઃ Madhya Pradesh: પ્રેમમાં દગો મળ્યો તો ખોલી ચાની દુકાન, નામ રાખ્યું 'M બેવફા ચા વાળો


સેવાઓ બહાલ કરવામાં લાગ્યા અધિકારી
એક અન્ય અધિકારીએ કહ્યું કે ઓપીડી અને સેમ્પલ કલેક્શન સેવાઓ મેન્યુઅલ મોડમાં શરૂ કરવામાં આવી છે. એમ્સે નિવેદનમાં કહ્યું કે ડિજિટલ સેવાઓ ફરી શરૂ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે અને ભારતીય કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-વન) તથા એનઆઈસીની મદદ લેવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારના હુમલા રોકવા માટે એમ્સ અને એનઆઈસી યોગ્ય સાવચેતી રાખશે. સાંજે સાડા સાત કલાક સુધી હોસ્પિટલ સેવાઓ મેન્યુઅલ મોડ પર આપવામાં આવી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube