નવી દિલ્લીઃ દેશભરમાં સતત સાયબર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિઓનો રોકવા માટે મોદી સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રાલયે સખ્ત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગૃહ મંત્રાલયે @Cyber Dost ટ્વિટર હેન્ડલ લૉન્ચ કર્યું છે. જેમાં શોર્ટ વીડિયો તેમજ ફોટોના માધ્યમથી 1066થી વધુ સાયબર સુરક્ષાની ટિપ્સ શેર કરવામાં આવી છે. આ ટ્વિટર હેન્ડલના 3.64 લાખથી વધુ ફોલોઅર્સ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


રેડિયો, SMSથી કરાયો પ્રચાર:
સાયબર ક્રાઈમ વિશે માહિતી લોકો સુધી પહોંચાડવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.સાયબર ક્રાઈમ વિશે જાણકારી આપવા માટે 100 કરોડથી વધુ SMS મોકલવામાં આવ્યા. સાયબર ક્રાઈમ રોકવા માટે અને સાયબર સુરક્ષા ટિપ્સ માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.


સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવામાં આવ્યો. સાથે જ વિદ્યાર્થીઓ માટે ખાસ હેન્ડબુક પ્રસારિત કરવામાં આવી છે. તો અલગ-અલગ રાજ્યોમાં પોલીસ વિભાગના સહયોગથી સી-ડેક માધ્યમથી સાયબર સુરક્ષા જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને સંઘ પ્રદેશોને 6 ઓક્ટોબર 2021થી દરેક અઠવાડિયાના પહેલા બુધવારે 11 વાગ્યે સાયબર સુરક્ષા દિવસનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ છઠ્ઠા ધોરણથી 12માં ધોરણ સુધી તમામ સ્ટ્રીમ્સ માટે સાયબર સ્વચ્છતામાં અભ્યાક્રમ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.


આ રીતે મળો સાયબર દોસ્તને:
ટ્વિટરઃ https://twitter.com/Cyberdost
ફેસબુકઃ https://www.facebook.com/CyberDosti4C 
ઈન્સ્ટાગ્રામઃ https://www.instagram.com/cyberdosti4c
ટેલીગ્રામઃ https://t.me/cyberdosti4c


વિદ્યાર્થીઓને કરાયા જાગૃત:
આઈ4સીની તરફથી સાયબર અપરાધોને રોકવા માટે અલગ-અલગ માધ્યમોથી પ્રચાર કરવા માટે MyGovને આગ્રહ કરવામાં આવ્યો છે. સાથે જ સાયબર સુરક્ષાના વિષય પર સગીરો અને વિદ્યાર્થીઓ માટે હેન્ડબુક પ્રસારિત કરવામાં આવી છે.


જાગૃતિ અઠવાડિયાનું આયોજન:
સરકારી અધિકારીઓના લાભ માટે સૂચના સુરક્ષા સર્વોત્તમ પદ્ધતિઓ પ્રકાશિત કરવામાં આવી છે. અલગ-અલગ રાજ્યોમાં પોલીસ વિભાગના સહયોગથી સી-ડેકના માધ્યમથી સાયબર સુરક્ષા જાગૃતિ અઠવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.


આઈ4સી દ્વારા નિવારણના ઉપાયના રૂપમાં રાજ્યો/સંઘ પ્રદેશો, મંત્રાલયો/વિભાગોની સાથે 148 સાયબર અપરાધ પરામર્શ શેર કરવામાં આવ્યા છે. રાજ્યો/સંઘ પ્રદેશોને સમય-સમય પર ચેતવણી આપવામાં આવી છે. દિલ્લી મેટ્રોથી સાયબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ અને રાષ્ટ્રીય ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1930ના પ્રચાર-પ્રસારનો અનુરોધ કરવામાં આવ્યો છે.


ઈન્ટરનેક સુરક્ષા, ઈમેઈલ, મોબાઈલ સુરક્ષા વગેરેના સંબંધમાં પાયાની સ્વચ્છતા પ્રદાન કરવા માટે જાન્યુઆરી 2022માં સાયબર સ્પેસ માટે સાયબર સ્વચ્છતા, શું કરીએ અને શું ન કરીએ પર બે ભાષામાં મેન્યુઅલ જાહેર કરવામાં આવ્યા છે.


ગૃહ મંત્રાલયે રાજ્યો/સંઘ પ્રદેશોને  ઓક્ટોબર 2021થી દરેક અઠવાડિયાના પહેલા બુધવારે 11 વાગ્યે સાયબર સુરક્ષા દિવસનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ શાળાઓ અને કોલેજો માટે સ્થાનિક ભાષામાં જન જાગૃતિ શરૂ કરવા માટે અને આ સંબંધમાં વાર્ષિક કાર્રવાઈની યોજના તૈયાર કરવાનો અનુરોધ કર્યો છે.


વિદ્યાર્થીઓને પાયાની જાણકારી અપાશે:
શિક્ષા મંત્રાલયને આગ્રહ કરવામાં આવ્યો છે કે, છઠ્ઠાથી બારમાં ધોરણ સુધી તમામ સ્ટ્રીમ્સ માટે સાયબર સુરક્ષા અને સાયબર સ્વચ્છતામાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે. જેથી કેન્દ્ર/રાજ્ય/સંઘ રાજ્યન ક્ષેત્ર પર તમામ સીબીએસઈ શાળાઓમાં વિદ્યાર્થીઓને પાયાની જાણકારી આપી શકાય.


આઈ4સી ત્રિમાસિક ન્યૂઝલેટર(પહેલી અને બીજી આવૃતિ) જાન્યુઆરી 2022માં લોન્ચ કરવામાં આવી જેથી વિધિ પ્રવર્તન એજન્સીઓ અને નીતિ નિર્માતાઓને સાયબર અપરાધના ખતરાનો મુકાબલો કરવા માટેની જાણકારી શેર કરી શકાય. આ ન્યૂઝલેટરમાં નવીનતમ સાયબર અપરાધ પ્રવૃતિઓ, સાયબર અપરાધના આંકડા, સાયબર અપરાધોને અટકાવવા માટે સંબંધતિ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સામેલ છે.