Cyclone Asani Latest Update: વર્ષનું પહેલું વાવાઝોડું 'અસાની' આજે તેની અસર દેખાડી શકે છે. પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર ભીષણ ચક્રવાતી તોફાન સર્જાવવાની શક્યતા છે. આ તોફાનની અસર આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન  ખાતાના જણાવ્યાં મુજબ આ અસાની વાવાઝોડાએ શનિવારે આંદમાન સાગરથી બંગાળની ખાડીમાં પ્રવેશ કરી લીધો છે. જેના પગલે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પવન ફૂંકાવવા અને વરસાદને લઈને હાઈ અલર્ટ જાહેર કરાયું છે. હવામાન  ખાતાના જણાવ્યાં મુજબ તોફાન 10 મે સુધીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાઠે પહોંચે તેવી શક્યતા છે. અત્રે જણાવવાનું કે અસાની વાવાઝોડું ઓડિશા કે આંધ્ર પ્રદેશમાં દસ્તક નહીં આપે પરંતુ તે તટને સમાંતર આગળ વધશે. 


વાવાઝોડા અંગે હવામાન ખાતાના વૈજ્ઞાનિક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે હવે તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. 10મીના સાંજ સુધી તે દિશામાં તે આગળ વધતું રહેશે. ત્યારબાદ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. પછી તે કાંઠાના સમાંતર આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે ઓડિશાના તટ પાસે સમુદ્રની સ્થિતિ 9 અને 10મી મેના રોજ ખરાબ જોવા મળશે અને 80-90 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 


ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 10મીએ ઓડિશાના કાંઠા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગજપતિ, પુરમી અને ગંજનમાં એક બે સ્થળે ભારે વરસાદ પડશે. માછીમારોને 9થી 11 મે વચ્ચે દરિયામાં ન જવાની સલાહ પણ અપાઈ છે. ગુજરાત માટે જોકે રાહતની વાત છે. આ વાવાઝોડાની અસર અન્ય રાજ્યો જેમ કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, આંધ્ર પ્રદેશમાં જોવા મળશે. વરસાદનું અહીં યલ્લો અલર્ટ જાહેર કરાયું છે. 


ઓડિશાના ખાસ રાહત કમિશનર પી કે જેનાએ જણાવ્યું છે કે સરકારે કાંઠા વિસ્તારોની નજીક રહેતા અંદાજે સાડા સાત લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર મોકલવાની તૈયારી કરી છે. જો જોખમ જેવું જણાશે તો તરત લોકોને અન્ય જગ્યાએ ખસેડાશે. અત્રે જણાવવાનું કે અસાની વાવાઝોડું આ વર્ષનું પહેલું ચક્રવાતી તોફાન છે. આ અગાઉ ગયા વર્ષે 2021માં 3 વાવાઝોડા આવ્યા. મે 2021માં યાસ તોફાન, ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં ગુલાબ અને છેલ્લે ડિસેમ્બર 2021માં જાવેદ નામનું વાવાઝોડું આવ્યું હતું. 


Hanuman Chalisa Controversy: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાની સાથે જ નવનીત રાણાએ CM ઉદ્ધવ ઠાકરેને પડકાર્યા


Madhya Pradesh: ઈન્દૌરમાં માથાભારે પ્રેમીના કારણે સર્જાયો હતો આગકાંડ! જેણે 7 લોકોના જીવ લીધા


આ તો ગજબ! બે બોટલ દારૂ ગટકાવ્યો પણ નશો ચડ્યો જ નહીં, ગૃહમંત્રીને કરી ફરિયાદ


Chardham Yatra 2022: વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ખાસ જુઓ Video


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube