Cyclone Asani Updates: આ વર્ષનું પહલું વાવાઝોડું અસાની આજે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા નજીક પહોંચી જશે. તે સમયે પવનની ઝડપ 115 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. દેશના અનેક રાજ્યોમાં આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારની સાથે સાથે પૂર્વ યુપી સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુવનેશ્વરના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું છે કે ગંભીર ચક્રવાતી તોફાની અસાની છેલ્લા 6 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે પુરીથી લગભગ 590 કિમી દક્ષિણ પશ્ચિમ અને ઓડિશાના ગોપાલપુરથી 510 કિમી દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રીત છે. આ બાજુ તેલંગણાના હવામાન ખાતાના ડાઈરેક્ટર નાગા રત્નાનું કહેવું છે કે તેલંગણામાં આગામી બે દિવસ દરમિયાન વીજળી પડવાની પણ શક્યતા છે. 


વાવાઝોડા અસાનીની આજથી ભારે અસર જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે ઓડિશાના કાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન અસાનીની ઝડપ થોડી ધીમી થઈ છે. પરંતુ આમ છતાં કાંઠા સુધી પહોંચતા 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તથા કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અસાની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની, પશ્ચિમ મધ્ય અને આસપાસના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ગઈ કાલે રાતે 23.30 વાગ્યે તે પશ્ચિમ-મધ્ય અને આસપાસના દક્ષિણ પશ્ચિમ BoB પર આંધ્રના કાકીનાડાથી 330 કિમી દક્ષિણ પૂર્વમાં, વિશાખાપટ્ટનમથી 350 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રીત હતું. આ વાવાઝોડાની ઓડિશા, દક્ષિણ ભારત સહિત યુપીમાં પણ અસર જોવા મળી શકે છે. 


આ રાજ્યોમાં તબાહી મચી શકે છે
10મી મેથી 13 મે દરમિયાન દેશના અનેક રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ અને અસમ-મેઘાલય તથા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. 11થી 13મી મે દરમિયાન અસમ-મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સાંજથી ઓડિશાના કાંઠા વિસ્તારોમાં અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બિહારમાં પણ તોફાનની અસર જોવા મળી રહી ચે. પશ્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાને લઈને ચેતવણી અપાઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube