Cyclone Asani Updates: દેશ પર ફરીથી એકવાર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીથી ઉદ્ભવેલા અસાની નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં ઓડિશાના કાઠે પહોંચે તેવું કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ ચક્રવાત અસાની હાલ દક્ષિણ પૂર્વ આંદમાનમાં છે જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. 10મી મે સુધીમાં તે દિશામાં આગળ વધી શકે છે. ત્યારબાદ તે ઓડિશાને સમાંતર આગળ વધશે. સાંજ સુધીમાં પુરીના દક્ષિણ ભાગે પહોંચે તેવી શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશા, બંગાળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરાયું છે. અસાનીએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને  ભીષણ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. બંગાળની ખાડીમાં સક્રિય અસાની તોફાનની અસર દેખાવવાની શરૂ થઈ ગઈ છે. બિહારના અનેક જિલ્લાઓમાં સવારથી આકાશમાં વાદળો છવાયેલા છે. તોફાનના કારણે 12મીમેના રોજ પૂર્વ-પશ્ચિમ ચંપારણ, શિવહર, સીતામઢી, બાંકા, મધુબની, કિશનગંજ, ભાગલપુર સહિત 15 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન તજજ્ઞોના જણાવ્યા મુજબ અસાની વાવાઝોડું ઓડિશામાં સ્થળ ભાગે ટકરાશે નહીં પરંતુ વાવાઝોડાની શક્યતાના પગલે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. ઓડિશાના કાઠે જોરદાર પવન ફૂંકાવવાની શક્યતા જોતા 10, 11 અને 12 તારીખના રોજ તમામ પોર્ટ પર અલર્ટ જાહેર કરાઈ છે. માછીમારોને 11 મે સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તજજ્ઞો મુજબ ચક્રવાતના પ્રભાવથી નવમી મેથી ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં સમુદ્ર અશાંત જોવા મળશે. જ્યારે 10મી મેના રોજ હળવો વરસાદ થશે. જો કે આ દરમિયાન ઓડિશાના ગજપતિ, ગંજામ અને પુરી જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. 11મી મેના રોજ ગંજામ, ખુર્દા, પુરી, જગતસિંહપુર તથા કટક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


President Election 2022: આ વખતે સાંસદોની સંખ્યા ઘટી ન હોવા છતાં તેમના મતનું મૂલ્ય ઘટી જશે, જાણો કારણ 


Madhya Pradesh: ઈન્દૌરમાં માથાભારે પ્રેમીના કારણે સર્જાયો હતો આગકાંડ! જેણે 7 લોકોના જીવ લીધા


આ તો ગજબ! બે બોટલ દારૂ ગટકાવ્યો પણ નશો ચડ્યો જ નહીં, ગૃહમંત્રીને કરી ફરિયાદ


Chardham Yatra 2022: વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ખાસ જુઓ Video


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube