નવી દિલ્હી: દેશ પર મંડરાયેલું પહેલું વાવાઝોડું અસાની આજે નબળું પડે તેવી શક્યતા છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે આ જાણકારી આપી. વાવાઝોડાના પગલે આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં અમુક ઠેકાણે ભારે વરસાદ પડે તેવી આગાહી છે. અસાનીની અસરને પહોંચી વળવા માટે પ્રભાવિત વિસ્તારોમાં NDRF દ્વારા કુલ 50 ટીમો તૈનાત કરાઈ છે. જેમાંથી 22 પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રમાં તૈનાત કરાઈ છે. જ્યારે બાકીની 28 ટીમોને રાજ્યોમાં અલર્ટ રહેવા જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવક્તાના જણાવ્યાં મુજબ બંગાળના કાંઠા વિસ્તારોમાં 12 ટીમો જ્યારે આંધ્ર પ્રદેશમાં 9 અને ઓડિશાના બાલાસોરમાં એક ટીમ તૈનાત છે. એક ટીમમાં સામાન્ય રીતે 47 જવાનો હોય છે. જે ઝાડ કાપવાના ઔજાર, સંચાર ઉપકરણો, પ્રાથમિક સારવાર માટેના જરૂરી સાધનો અને રબરની હોડીઓથી લેસ હોય છે. 


હવામાન ખાતા  તરફથી જણાવવામાં આવ્યું છે કેવાવાઝોડું પોતાની તીવ્રતાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ચૂક્યું છે અને હવે ધીરે ધીરે તે નબળું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રચંડ ચક્રવાતી તોફાનમાંથી નબળું પડીને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને ગુરુવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.ચક્રવાતી તોફાની અસાનીના આંધ્ર પ્રદેશ તરફ આગળ વધવાની સાથે જ હવામાન વિજ્ઞાન વિભાગે મંગળવારે રાજ્યના કાંઠા વિસ્તારો માટે તોફાન, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, આંધી અને પવન ફૂંકાવવા તથા સ્થાનિક વિસ્તારોમાં પુરને જોતા રેડ અલર્ટ પણ જાહેર કરેલું છે. જો કે અસાનીના લેન્ડફોલ થવાની શક્યતા નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube