Cyclone Biparjoy: વિનાશકારી વાવાઝોડાની પાછળ ચોમાસું પણ આગળ વધી રહ્યું છે, જાણો ક્યાં પહોંચ્યું?
બે દિવસમાં ચોમાસુ મહારાષ્ટ્રના અન્ય ભાગમાં અને મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા છે ત્યારબાદ અરબી સમુદ્રમાં આ જ ઝડપ જો જાળવી રાખે તો ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત પર એન્ટ્રી મારે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર 16-17 તારીખે ઓછી થયા બાદ ચોમાસાના હાલ તો એંધાણ જોવા મળી રહ્યા છે.
Weather Update: પ્રચંડ વાવાઝોડા બિપરજોયના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી તટ વચ્ચે 15 જૂનના રોજ પહોંચે તેવી શક્યતા છે. માંડવી અને કરાચી વચ્ચે આ વાવાઝોડું હિટ થશે. વાવાઝોડું બિપરજોય પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપી આગળ વધી રહ્યું છે. તોફાન કાંઠા વિસ્તારમાં બરોબર કયા સ્થાને ટકરાશે તે અંગે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
ક્યાં પહોંચ્યું ચોમાસું
વિશાળકાય અને વિનાશક વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું હવામાન ખાતાના જણાવ્યાં મુજબ બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની પાછળ નેઋત્યનું ચોમાસુ ધોધમાર વરસાદ સાથે આગળ વધી રહ્યું છે. 8 જૂને કેરળમાં ચોમાસુ બેઠા બાદ ચોમાસું હાલ ગોવા સુધી પહોંચ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચોમાસુ કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તરો તથા સમગ્ર દક્ષિણ પશ્ચિમ અને મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચ્યું છે.
બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, 6 જિલ્લા પર ખતરો
AI ની મદદથી ખેતીમાં આવશે ક્રાંતિ, ખેડૂતોને બંપર કમાણી કેવી રીતે થઈ શકે તે ખાસ જાણો
બે દિવસમાં ચોમાસુ મહારાષ્ટ્રના અન્ય ભાગમાં અને મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા છે ત્યારબાદ અરબી સમુદ્રમાં આ જ ઝડપ જો જાળવી રાખે તો ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત પર એન્ટ્રી મારે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર 16-17 તારીખે ઓછી થયા બાદ ચોમાસાના હાલ તો એંધાણ જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube