ભુવનેશ્વર/નવી દિલ્હી: ભીષણ ચક્રવાતી વાવાઝોડું ફેની શુક્રવારે ઓડિશાના પુરીમાં દસ્તક આપે તેવી આશંકાને ધ્યાનમાં લેતા સુરક્ષા દળોને  હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. શૈક્ષણિક સંસ્થાનોને બંધ રાખવાના આદેશ અપાયા છે તથા સમુદ્ર તટના વિસ્તારોમાં રહેતા 8 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. ભારતીય હવામાન ખાતા(IMD)એ જાણકારી આપી છે કે વાવાઝોડું ફેની આજે સવારે 5.30 કલાકે પુરીના સમુદ્ર તટથી માત્ર 450 કિલોમીટર દૂર હતું. આ તોફાન શુક્રવાર બપોર સુધીમાં પુરી તટે પહોંચે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ બંગાળની ખાડી ઉપર પુરીથી દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રીત તોફાન ઓડિશા તટ તરફ અત્યારે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. 


કર્ણાટકમાં ગઠબંધનમાં ફૂટ? JD(S)ના કાર્યકરોએ BJPને મત આપ્યો હોવાની આશંકા


આ અગાઉ સંયુક્ત તોફાન ચેતવણી કેન્દ્ર (જેડબલ્યુટીસી) તરફથી બહાર પાડવામાં આવેલા તાજી આગાહી મુજબ 1999ના સુપર સાઈક્લોન બાદ ફેની સૌથી ખતરનાક સાઈક્લોન ગણવામાં આવી રહ્યું છે. જે જગન્નાથ પુરી પરથી પસાર થાય તેવી આશંકા છે. આ દરમિયાન પવનની ઝડપ 175 કિમી પ્રતિ કલાકની આસપાસ રહે તેવી શક્યતા છે. 


એક અધિકારીએ જણાવ્યું કે નેવી, ભારતીય વાયુસેના, અને તટરક્ષક દળને કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યાં છે. એનડીઆરએફ, ઓડીઆરએએફ, અને ફાયર સેવાઓને નાગરિક પ્રશાસનની સહાયતા માટે સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાયા છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે કહ્યું કે ગુરવાર સાંજ સુધીમાં લગભગ 8 લાખ લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...