ચક્રવાત ફાની આજે મચાવી શકે છે તાંડવ, NDRF અને કોસ્ટ ગાર્ડ ટીમ તૈનાત
ચક્રવાત ફાની સોમવારની સાંજે વધુ ગંભીર બન્યું અને તે ઓરિસ્સા તટ તરફ આગળ વધી રહ્યું છે. ફાની (Cyclone Fani)ના પ્રકોપથી ચેન્નાઇમાં ખાસ નુકસાન થયું નથી. જોકે, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં ખતરો હજુ ટળ્યો નથી.
નવી દિલ્હી: ચક્રવાત ફાની સોમવારની સાંજે વધુ ગંભીર બન્યું અને તે ઓરિસ્સા તટ તરફ આગળ વધી રહ્યું છે. ફાની (Cyclone Fani)ના પ્રકોપથી ચેન્નાઇમાં ખાસ નુકસાન થયું નથી. જોકે, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગે આ સંબંધમાં જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવાર સુધી આ તોફાન ખુબદ ખતરનાક ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમને હાઇ એલર્ટ પર રાખી છે. રાત્ર 9 વાગે બુલેટીનમાં આઇએમડીના ચક્રવાત ચેતાવણી ખંડે જણાવ્યું કે, અત્યારે આ તોફાન શ્રીલંકામાં ત્રિનકોમાલીથી નજીક 620 કિલોમીટર પૂર્વ-ઉત્તર પૂર્વ અને ચેન્નાઇથી 700 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ તથા મછલીપટ્ટનમથી 900 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં છે.
વધુમાં વાંચો: ચૂંટણી મેદાનમાં ગત્ત 23 વર્ષોમાં શું છે ભાજપ-કોંગ્રેસનો સફળતાનો દર !
હવામાન વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, 1 મેની સાંજ સુધી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની આશંકા છે.
લોકસભા ચૂંટણી 2019: ચોથા તબક્કામાં સરેરાશ 62.61 ટકા મતદાન
આ તોફાનના કારણે તમિલનડુ તેમજ આંધ્ર પ્રદેશમાં આગામી બે દિવસ છુટોછવાયો વરસાદ થઇ શકે છે.
મોદીએ ટ્વિટ કર્યું, ફાની તોફાનના કારણે બની રહેલી સ્થિતીના સંબંધમાં અધિકારીઓ સાથે વાત કરી. તેમને સાવચેતીના પલગા લેવા તેમજ દરેક સંભવ મદદ માટે તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ તેમને પ્રભાવિત રાજ્યોની સરકારોની સાથે નજીકથી કામ કરવાની અપીલ કરી છે. હું દરેકની સલામતી અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું.