Cyclone Hamoon: ગંભીર ચક્રવાતમાં ફેરવાયું હામૂન, આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ
Cyclone Hamoon: ચક્રવાતી તોફાન હામૂન ખતરનાક બની ગયું છે. હવામાન ખાતાએ કહ્યું છે કે ચક્રવાત હામૂનના પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તે ચટગાંવના દક્ષિણમાં બાંગ્લાદેશના કાંઠા વિસ્તારમાં દસ્તક આપી રહ્યું છે.
ચક્રવાતી તોફાન હામૂન ખતરનાક બની ગયું છે. હવામાન ખાતાએ કહ્યું છે કે ચક્રવાત હામૂનના પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તે ચટગાંવના દક્ષિણમાં બાંગ્લાદેશના કાંઠા વિસ્તારમાં દસ્તક આપી રહ્યું છે. તેની ઝડપ 80થી 100 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. જો કે આ તોફાન ધીરે ધીરે નબળું પણ પડી રહ્યું છે.
હવામાન ખાતાએ કહ્યું કે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ તોફાન નબળું પડી જશે. ગણતરીના કલાકોમાં આ તોફાન ચટગાંવના દક્ષિણમાં બાંગ્લાદેશના કાંઠાને પાર કરી જશે. દેશ પર બે તોફાનોનું જોખમ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડી અને અરબ સાગર પર બનેલા બે જોખમ હામૂન અને તેજના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આ અગાઉ હવામાન ખાતાએ મંગળવારે આગાહી કરી હતી કે કેટલાક ભારતીય રાજ્યોમાં તોફાન દસ્તક આપશે.
ક્યાં પહોંચ્યું તેજ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તેજ યમનના કાંઠા વિસ્તારો પર જોવા મળ્યું હતું. મંગળવાર રાતે ગંભીર ચક્રવાતી તોફાન નબળું થઈને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. તેજ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. આગામી કેટલાક કલાકોમાં તે નબળું પડી જશે. હવામાન ખાતે કહ્યું કે તે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 150 કિમી પ્રતિ કલાકની ઝડપવાળી હવા સાથે ચક્રવાતી તોફાનના સ્વરૂપમાં ગણતરીના કલાકોમાં અલ ગૈદાના દક્ષિણમાં યમનના તટને લગભગ પાર કરી ગયું.
આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 26 ઓક્ટોબર સુધી પૂર્વોત્તરના રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ અસમ અને મેઘાલયમાં છૂટોછવાયો વરસાદથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે. ઓડિશા સરકારે પણ તમામ જિલ્લા કલેક્ટરોને કહ્યું કે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહો. સ્થાનિક પ્રશાસને ભારે વરસાદની સ્થિતિમાં લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી નીકળી જવા કહ્યું છે.
હવામાન વૈજ્ઞાનિક યુએસ ડેશે કહ્યું કે ચક્રવાત ઓડિશા તટથી લગભગ 200 કિમી દૂરથી પસાર થશે. આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે બંગાળની ખાડી પરથી હવાની ગતિ ધીરે ધીરે વધીને 80-90 કિમી પ્રતિ કલાકથી વધીને 100 કિમી પ્રતિ કલાકની થઈ જશે.