ઝી મીડિયા/બ્યૂરો :દેશના પૂર્વીય દરિયા કાંઠા તરફ ચક્રવાર્તી તોફાન જવાદ (Cyclone Jawad) તેજીથી વધી રહ્યું છે. અનુમાન છે કે, તોફાન આંધ્રપ્રદેશ (Andhra Pradesh) અને ઓરિસ્સા (Odisha) ના દરિયા કાંઠાના વિસ્તારો સાથે ટકરાશે. આ તોફાનની અસર દેશના અલગ અલગ દરિયાઈ ભાગોમાં થશે. પંરતુ તેની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં થશે. આવામાં બંને રાજ્યોની સરકારે તેને લઈને સૂચનો જાહેર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચક્રવાત જવાદનો કહેર
દેશના પૂર્વીય તટ પર ફરીથી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે.  આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં જવાદ તોફાનનો કહેર જોવા મળી રહ્યો છે. ચક્રવાત જવાદના આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાઈ તેમજ પશ્ચિમી બંગાળની ખાડી સુધી પહોંચવાની આશંકા છે. તેના બાદ તે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશા દરિયાઈ કાંઠા પાસે પૂર્વોત્તર તરફ વધશે. જવાદ 5 ડિસેમ્બરના રોજ બપોરે પુરીના આસપાસના દરિયા કાંઠે પહોંચશે.   


 શું હશે જવાદની રફ્તાર
ઉલ્લેખનીય છે કે, ચક્રવાત જવાદને લઈને દેશભરમાં એલર્ટ છે. આ તોફાનની રફ્તાર 100 કિમી પ્રતિ કલાક રહેવાના અણસાર છે. તેજ હવાઓને પગલે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી શકે છે. ચક્રવાતથી લડવા માટે પૂર્વીય દરિયા કાંઠાના રાજ્યોમાં NDRF ની 46 ટીમને તૈનાત કરી દેવાઈ છે. 


રેલવેએ રદ કરી 107 ટ્રેન
ચક્રવાત જવાદને પગલે ઈન્ડિયન રેલવેએ 107 ટ્રેન કેન્સલ કરી દીધી છે. તે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાઈ કાંઠા પાસેથી પસાર થતી ટ્રેન છે. ચક્રવાત જવાદને લઈને ઓરિસ્સાના 19 જિલ્લાની સ્કૂલો આજે બંધ રહેશે. બંને રાજ્યોમાં UGC NET પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામા આવી છે. 


મૌસમ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચક્રવાત જવાદની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે, વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે.