શક્તિશાળી બની રહ્યું છે વાવાઝોડું `Michaung`, મોટા જોખમના એંધાણ? ભારત સરકારે ભર્યું મોટું પગલું
Cyclone Michaung: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ના મહાનિદેશકે સમિતિને ચક્રવાત માઈચૌંગની હાલની સ્થિતિ અંગે જાણકારી આપી. દક્ષિણ-પૂર્વ-અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર દબાણ છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ગયું. તે 2 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં એનસીએમસીની આજે બેઠક થઈ જેમાં બંગાળની ખાડીમાં ઊભા થનારા ચક્રવાત મિચૌંગ (Cyclone Michaung) માટે રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ના મહાનિદેશકે સમિતિને ચક્રવાત માઈચૌંગની હાલની સ્થિતિ અંગે જાણકારી આપી. દક્ષિણ-પૂર્વ-અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર દબાણ છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ગયું. તે 2 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાના અને 3 ડિસેમ્બરની આજુબાજુ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. આ ઉપરાંત તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 4 ડિસેમ્બરની બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને આજુબાજુના ઉત્તરી તમિલનાડુ કાંઠાઓ સુધી પહોંચી જશે.
ત્યારબાદ તે દક્ષિણ આંધ્ર પ્રદેશ તટના લગભગ સમાંતર ઉત્તર તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની સવાર દરમિયાન નેલ્લોર અને મછલીપટ્ટમ વચ્ચે એક ચક્રવાતી તોફાન તરીકે દક્ષિણ આંધ્ર પ્રદેશને પાર કરશે ત્યારે પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકથી લઈને 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અને ઓડિશાના મુખ્ય સચિવો અને પુડુચેરીના નાણા સચિવે સમિતિને ચક્રવાતના અંદાજિત માર્ગમાં જનતા અને સંપત્તિની સુરક્ષા માટે થઈ રહેલા પ્રાથમિક ઉપાયો અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલા ઉપાયોથી માહિતગાર કર્યા.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube