Cyclone Mocha: ચક્રવાતી તોફાન Mocha ની જોવા મળશે અસર, જાણો ક્યાં આવશે વરસાદ અને તોફાન
Weather Update: હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીના સમુદ્રી અને સરહદી વિસ્તારમાં 8થી 11 મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. અહીં લોકોને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ Cyclone Mocha Update: બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મોચાને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, તેની અસર સોમવાર (08 મે)થી જોવા મળશે. 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
બીજી તરફ સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલય, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં પણ હિમવર્ષા શક્ય છે. પંજાબ, હરિયાણા, તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને મધ્ય મહારાષ્ટ્રમાં એક કે બે મધ્યમ વરસાદ પડી શકે છે.
તે જ સમયે, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએ ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંતરિક કર્ણાટક, તેલંગાણા અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવો વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચોઃ ભારતનો એક એવો પૂલ જેના પર સાથે દોડે છે કાર અને ટ્રેન, વીડિયો જોઈને નહીં થાય વિશ્વાસ
દિલ્હી અને યૂપીમાં છવાયેલા રહેશે વાદળ
હવામાન વિભાગે કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 7 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે ઝરમર વરસાદ પડી શકે છે. જો કે આગામી સપ્તાહથી ધીમે ધીમે વાદળો હટશે જેના કારણે તાપમાન પણ વધવા લાગશે.
રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આજે રાજધાની લખનૌમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે, અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થતાં તાપમાનનો પારો ધીરે ધીરે વધવા લાગશે.
આ પણ વાંચોઃ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો અંગે RBI નો મોટો ખુલાસો, હવે ફરી ચાલશે એ જ નોટો!
માછીમારો માટે એડવાઇઝરી
ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળના દરેક જિલ્લાને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં એસડીઆરએફ અને એનડીઆરએફને આપાત સ્થિતિઓ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગે માછીમારોને સલાહ જારી કરતા કહ્યું કે 8થી 11 મે દરમિયાન સમુદ્રની અંદર જવું નહીં. જે લોકો સમુદ્રની અંદર છે તેને પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube