નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચક્રવાત અમ્ફાનનાં કહેર બાદ હવે દેશ પર વધારે એક ચક્રવાતનો ખતરો આવી પડ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય પર નિસર્ગ નામનાં વાવાઝોડાનો ખતરો છે જે હાલ અરબી સમુદ્રમાં છે. જો કે આ વાવાઝોડાનું નામ નિસર્ગ રાખવા પાછળનું પણ કારણ છે. નિસર્ગનો અર્થ પ્રકૃતિ થાય છે અને આ નામ ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશ દ્વારા સુચવવામાં આવ્યુ છે. દેશોનાં સમુહ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં આ નામનો જોડવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ભયાનક સ્વરૂપ ધારણ કરશે 'નિસર્ગ', 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન

બાંગ્લાદેશ દ્વારા ફણિ નામની પણ ભલામણ કરવામાં આવી હતી. જે 3 મે 2019નાં રોજ ઓડિસ્સામાં ત્રાટક્યું હતું અને ખુબ જ વિનાશ વેર્યો હતો. હિંદ મહાસાગરમાં ચક્રવાતનાં નામકરણની શરૂઆત 2000નાં વર્ષમાં થઇ અને 2004માં એક ફોર્મ્યુલા અંગે સંમતી સધાઇ હતી. ત્યાર બાદ થોડા ચક્રવાતોનાં નામ ગતિ (ભારત દ્વારા આપવામાં આવ્યું), નિવાર (ઇરાન), બુરેવી (માલદીવ), તૌકતે (મ્યાંમાર) અને યાસ (ઓમાન) રાખવામાં આવશે. 


કોરોના અંગે રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ નાટ્યાત્મક રીતે વધ્યો, જાણો મંત્રાલયે શું કહ્યું?

ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનાં નામ વૈજ્ઞાનિક સમુદાય દ્વારા આ નામ ઇમરજન્સી સર્વિસને માહિતી આપવા અને જાગૃતતા લાવા માટે અને પ્રભાવી રીતે ચેતવણી આપી શકાય તે માટે કરવામાં આવશે. વિશ્વ હવામાન સંગઠન અને એશિયા અને પ્રશાંત માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પંચ 2000માં આયોજીત પોતાનાં 27માં સત્રમાં બંગાળની ખાડી અને અરબસાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનાં નામકરણ અંગે સંમત થયા હતા. 


જેસિકા લાલ હત્યાકાંડ: 19 વર્ષ બાદ તિહાડ જેલમાંથી મુક્ત થશે દોષીત મનુ શર્મા

બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ પેનલનો હિસ્સો હતા. ત્યાર બાદ 2018માં ઇરાન, કતર, સઉદી અરબ, યુએઇ અને યમનનો પણ સમાવેશ કરવામાં આવ્યો. હવામાન વિભાગનાં અનુસાર તોફાનનાં નામમાં કોઇ નામ લિંગ, રાજનીતિ, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે નિષઅપક્ષ હોવું જોઇએ, ભાવનાઓને ઠેસ ન પહોંચે તેવું, આક્રમક ન હોવું જોઇએ. નાનકડું અને ઉચ્ચારણમાં સરળતા રહે તેવું નામ હોવું જોઇએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube