મુંબઇ: સાયક્લોન નિસર્ગ (Cyclone Nisarga) મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારથી અથડાયું છે. તોફાન મુંબઇની નજીક આવેલા રાયગઢ જિલ્લાના અલીબાગના દરિયાકાંઠાથી અથડાયું છે. અલીબાગ અને રત્નાગીરમાં ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. નિસર્ગ વાવાઝોડાના ધ્યાનમાં રાખી મુંબઇના બાંદ્રા-વર્લીથી લિંક પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સાંજના સાત વાગ્યા સુધી મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ટર્મિનસ પર વિમાનોના લેન્ડિંગ અથવા ટેકઓફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- LIVE: મહારાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું Nisargaની એન્ટ્રી, 110 KMPHની ગતીથી ફૂંકાયો પવન


મુંબઇમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી વાહનોને નુકસાન થયું છે. રસ્તા બ્લોક થઈ ગયા છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઇમાં આવનારું વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણ તરફ જતુ રહ્યું છે. તેનાથી મુંબઇ પર તેનો ખતરો ટળ્યો છે.


આ પણ વાંચો:- મોદી કેબિનેટમાં મોટો નિર્ણય, ખેડૂતો માટે બનશે એક દેશ એક બજાર


તો બીજી તરફ ભારે પવન અને વરસાદના કારણે રાયગઢ જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર મોબાઇલ નેટવર્ક સેવા પ્રભાવિત થઈ છે. વાવાઝોડા નિસર્ગથી હાલ કોઈપણ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી. જે નુકસાન થયું છે તે ઘરોની છત અથવા વૃક્ષો ધરાશાયી થવાથી ગાડીઓને નુકસાન થવાના સમાચાર સામે આવ્યા છે. વૃક્ષ ધરાશાયી થવાથી રસ્તા બ્લોક થઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર વીજળીની સેવા પણ પ્રભાવિત થઈ છે.


મુંબઈમાં Nisarga નો ખતરો ઓછો થયો, 50 કિમી દક્ષિણ તરફ વળ્યું વાવાઝોડું


એનડીઆરએફની ટીમો સતત રાહત કર્યામાં લાગી છે. એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાને જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની 43 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી એનડીઆરએફની 21 ટીમો મહારાષ્ટ્રમાં વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે. વાવાઝોડાને લઇ 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube